કેજરીવાલના સંબોધન પહેલા દાહોદમાં સભાના આયોજનનું કામ ધમધમ્યું, આદિવાસીઓ અંગે કરશે વાતચીત

દાહોદઃ ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આ મહિનામાં બીજીવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. જેના…

gujarattak
follow google news

દાહોદઃ ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આ મહિનામાં બીજીવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. જેના માટે દાહોદમાં જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં હજારોની સંખ્યામાં લોકો હાજરી આપી શકે છે, તેવામાં દાહોદની ધરતી પર આદિવાસી લોકોને સંબોધિત કરશે. એટલું જ નહીં ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ 4 વિવિધ સ્થળે જનસંબોધનમાં ભાગ લેશે.

પંડાલની વ્યવસ્થા તથા સુરક્ષાની દેખરેખ કરાઈ
દાહોદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અહીં જનસભા સંબોધશે. જેના માટે ખાસ પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં હજારોની સંખ્યામાં લોકો ઉમટી શકે છે. જેને લઈને સુરક્ષા બંદોબસ્ત પર પણ ચાપતી નજર રખાઈ રહી છે. પોલીસ અધિકારીઓ પણ અત્યારે અહીં સુરક્ષા બંદોબસ્ત તથા સભાના આયોજન માટે સતત કાર્યરત જોવા મળી રહ્યા છે.

કેજરીવાલ અને માન જનસભા સંબોધશે
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસ દરમિયાન વડોદરા, દાહોદ, વલસાડ અને બારડોલીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 4 જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે આ મહિનામાં બીજીવાર કેજરીવાસ અને માન રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે.

AAP વિકલ્પ તરીકે સામે…
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે અત્યારે શહેરના બિસ્માર રસ્તાઓ જોઈને મને દુખ થાય છે. એમ લાગે છે કે ખાડાઓમાં રસ્તો બનાવ્યો છે. લોકો પાસે પહેલા કોઈ વિકલ્પ હતો પણ નહીં, પરંતુ AAPના આગમનથી હવે અમે વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે.

With Input- શાર્દૂલ ગજ્જર

    follow whatsapp