કેજરીવાલ-ભગવંત માન ગુજરાત આવતા રાજકારણ ગરમાયું! 200થી વધુ લોકો AAPમાં જોડાયા

નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી જીતવા માટે એડીચોટીનું જોર લગાડવા તત્પર જોવા મળી રહી છે. તેવામાં નવસારી ખાતે AAP દ્વારા સદસ્યતા અભિયાનની…

gujarattak
follow google news

નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી જીતવા માટે એડીચોટીનું જોર લગાડવા તત્પર જોવા મળી રહી છે. તેવામાં નવસારી ખાતે AAP દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અહીં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા અત્યારે નવસારીની મુલાકાતે આવ્યા છે. જ્યાં આપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોકે આ કાર્યક્રમ દરમિયાન 200થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. એની પહેલા સદસ્યતા અભિયાન લગભગ સફળ રહેતા રાજકારણ ગરમાયું છે.

નવસારીમાં AAPનો ક્રેઝ
વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. અહીં સદસ્યતા અભિયાનની શરૂઆતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા એક બાજુ નવસારીની મુલાકાતે છે. જ્યારે બીજી બાજુ આ કાર્યક્રમમાં 200થી વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

કોળી પટેલ સમાજના આગેવાનો જોડાયા આપમાં
નવસારી વિધાનસભા બેઠક પર કોળી પટેલ સમાજના આગેવાનો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તેવામાં આ સમાજના દિગ્ગજ આગેવાનો પણ સદસ્યતા અભિયાન દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. નોંધનીય છે કે હવે એક બાજુ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેઓ સરકારી નોકરી સહિત બેરોજગારીના મુદ્દે જનતાને સંબોધી રહ્યા છે.

સરકાર કાયમી છે અને કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પરભગવંત માન

ભગવંત માને જણાવ્યું હતું કે સરકારનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવાની જરૂર છે. જેથી તેમને જાણ થાય કે બેરોજગારીનો મુદ્દો છે શું ? લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે પંજાબમાં તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને અમે કાયમી કરવાની તજવીજ હાથ ધરી દીધી છે.

અમે કોઈને નામે ભ્રમમાં નથી રાખતા, ગેરેન્ટી આપીએ છીએકેજરીવાલ
કેજરીવાલે ગુજરાત પ્રવાસમાં જણાવ્યું કે, અન્ય પાર્ટીઓ પોતાના સંકલ્પ પત્રના નામે લોકોને બુદ્ધુ બનાવે છે. તેઓ ગેરેન્ટી નથી આપતા આખા દેશમાં આમ આદમી પાર્ટી સરકાર એવી છે કે જે ગેરેન્ટી આપે છે. અમે ગેરેન્ટીથી કામ કરીશું. માત્ર હું વાતો નથી કરતો અમે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે.

with input- રોનક જાની

    follow whatsapp