માઉન્ટઆબુમાં કાશ્મીર જેવો માહોલ: માયનસ 6 ડિગ્રી તાપમાન, 20 વર્ષનો તોડ્યો રેકોર્ડ

 શક્તિસિંહ રાજપુત,માઉન્ટઆબુ રાજસ્થાન: માઉન્ટઆબુ ગુજરાત રાજ્યની સરહદ પાસે અરાવલી પર્વતમાળા મા આવેલું છે. હાલમાં શિયાળાની ઋતુમાં આબુ કાશ્મીર બની ગયું છે.   આજે સવારે માઇનસ 6…

gujarattak
follow google news

 શક્તિસિંહ રાજપુત,માઉન્ટઆબુ રાજસ્થાન: માઉન્ટઆબુ ગુજરાત રાજ્યની સરહદ પાસે અરાવલી પર્વતમાળા મા આવેલું છે. હાલમાં શિયાળાની ઋતુમાં આબુ કાશ્મીર બની ગયું છે.   આજે સવારે માઇનસ 6 ડીગ્રીથી આબુમાં બરફની ચાદરો જોવા મળી હતી. શિયાળાની ઋતુમાં પણ ઠંડીનો નજારો માણવા પ્રવાસીઓ ઊમટ્યા ઉમટ્યા હતા અને અહીંની હોટલો પણ હાલ હાઉસફુલ જોવા મળી રહી છે. આબુમાં ધર્મશાળા અને હોટલો હાલમાં પર્યટકોથી ઉભરાતી જોવા મળી રહી છે. રાજસ્થાનરાજ્યમાં ઠંડીની અસર વધતા લોકો માટે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે.

ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનને કારણે માઉન્ટઆબુમાં પારો નીચે ઉતરતા હાલ તાપમાન માઈનસમાં જોવા મળી રહ્યું છે .ખેતરોમાં અને ખુલ્લા બગીચામાં ઘાસની ઉપર બરફ પથરાઈ ગયો છે. વાહનો ઉપર અને પાણીના માટલામાં બરફ જામી ગયો છે. ભારે ઠંડીને કારણે લોકો ધ્રૂજી રહ્યા છે. તો બીજી તરફ ઠંડીની માહોલની મજા માણવા માટે પ્રવાસીઓ ઊમટી પડતાં હોટલો પણ હાઉસફુલ થઇ ગઈ છે. આબુનું તાપમાન માઇનસ 6 ડીગ્રી જવાથી પાસે આવેલા ગુરુશિખર પર જવું પ્રવાસીઓ માટે કઠિન બન્યું છે.

આબુમાં  છે આટલા પર્યટક સ્થળો 
પ્રવાસીઓ માટે આબુનું પ્રાકૃતિક સૌંદર્ય સ્વર્ગ સમાન છે. આબુમાં નખી તળાવ, ગાંધીવાટિકા, ટોડ રોક, નન રોક વગેરે સ્થળો આકર્ષક છે. ઉપરાંત અહીં ધાર્મિક આઘ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં સ્થળોમાં દેલવાડાનાં જૈન મંદિરો છે. જેની વાસ્તુકલા અને શિલ્પ ખુબ વિખ્યાત છે. આ સિવાય 14 મી સદીમાં વૈષ્ણવાચાર્યે રામાનંદજીએ બનાવેલું રઘુનાથજી મંદિર પ્રસિદ્ધ છે. હનુમાનજીની 19 ફૂટ ઉંચી પ્રતિમા પણ આબુ પર્વત પર છે. ઉત્તરે 4200  ફૂટની ઉંચાઈ પર આવેલું અઘ્ધરદેવી અર્બુદાદેવીનું પ્રાચીન મંદિર છે. કુંવારી કન્યા અને રસિયા બાલમનું પણ મંદિર છે.અચલગઢનું સ્થળ સુપ્રસિદ્ધ છે જયાં અચલેશ્વર મહાદેવ, મંદાકિનીકુંડ અને ત્રણ પાડા, માનસિંહની સમાધિ, અચલગઢનો કિલ્લો, ચૌમુખ મંદિર, આદિશ્વર ભગવાનનું મંદિર, કુંથુનાથ ભગવાનનું મંદિર, શાંતિનાથ ભગવાનનું મંદિર, ભર્તુહરિની ગુફા, રેવતીકુંડ, ભૃગુ આશ્રમ, પાતાળેશ્વર મહાદેવ, અગ્નિકુંડ, વ્યાસતીર્થ, નાગતીર્થ, ગૌતમ આશ્રમ, જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં બ્રહ્માકુમારી સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય, પાંડવભવન માઉન્ટ આબુમાં છે. તેનાથી થોડા માઈલના અંતરે જ્ઞાન સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અનેક વિસ્તારોમાં બરફ જોવા મળ્યો
ગુજરાતની સરહદને  અડીને આવેલા રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન માયનસ મા જતુ રહ્યું હતું,બીજી તરફ આજે તાપમાન માઇનસ 6 ડીગ્રી પહોંચતાં અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો હતો અને પર્યટકો અને સ્થાનીક લોકોએ ઠંડીનો અનેરો આનંદ માણતાં અને તાપણી કરતા જોવા મળ્યા હતા . આજે વહેલી સવારે આબુમાં બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. જેમા પાણીના કુંડા અને પર્યટકોની ગાડીઓ પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. 15 દિવસથી પડી રહેલી ઠંડીને કારણે માઉન્ટ આબુમાં જનજીવન પર ભારે અસર પડી છે. હાલમાં આબુમાં પર્યટકો ઠંડાગાર તાપમાનમાં પણ ઊમટી રહ્યા છે. અહીંની પર્વતમાળા મા બરફ જોવા મળતા પર્યટકોને કાશ્મીરની યાદ આવી રહી છે,આમેય આબુ રાજસ્થાન નું કાશ્મીર ગણાય છે.

    follow whatsapp