ગૌશાળા સંચાલકોના આંદોલનના સમર્થનમાં આવી કરણી સેના, સરકારને આપ્યું અલ્ટિમેટમ

ધનેશ પરમાર, બનાસકાંઠા:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં આંદોલનો સામે આવવા લાગ્યા છે. વર્ષોની પડતર માંગણીને લઈ વિવિધ સંગઠનો મેદાને છે ત્યારે…

gujarattak
follow google news

ધનેશ પરમાર, બનાસકાંઠા:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં આંદોલનો સામે આવવા લાગ્યા છે. વર્ષોની પડતર માંગણીને લઈ વિવિધ સંગઠનો મેદાને છે ત્યારે બનાસકાંઠામાં પણ સરકાર વિરુદ્ધ આંદોલન છંછેડાયું છે. આ આંદોલનને લઈ ગૌવંશને રસ્તા પર છોડવામાં આવ્યા હતા. ડીસા ગૌશાળા સંચાલકોના આ આંદોલનમાં હવે કરણી સેના પણ સમર્થનમાં આવી છે.  કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિહ અને ગુજરાતના રાજશેખાવત ગાય ભક્તોને મળ્યા, અને સરકારની ટીકા કરી હતી.

ગેહલોત સરકારના કર્યા વખાણ
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિહે ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું કે, ગુજરાત સરકારને 30 દિવસ સુધીનો સમય આપીએ છીએ. ગૌસેવા માટે જાહેર કરેલ 500ની સહાય આપો. નહીં તો અમે આ મુદ્દે ગૌશાળા સંચાલકો સાથે રહીશું અને લાફટ આપીશું. એટલું જ નહીં, ગૌશાળા સંચાલકોને ગાય માતા દીઠ 50 રૂપિયા આપતી ગહેલોત સરકારની પ્રશંસા કરી અને તેમણે કહ્યું કે, ગેહલોત સરકારે ઘણું કર્યું અને તેમની પાસેથી શીખવાની વાત કરી.

48 કલાકનું આપ્યું અલ્ટીમેટમ
જો આ આંદોલનને અત્યાર સુધી જોવામાં આવે તો બનાસકાંઠા આંદોલનનું એપી સેન્ટર બની ગયું છે કારણ કે અહીં 180 ગૌશાળા છે અને તેમાં 80,000 પશુઓ રહે છે. ગુજરાતનું બનાસકાંઠા છેલ્લા 5 દિવસથી તેના આંદોલનને લઈને ચર્ચામાં છે. ગૌશાળા સહાય મુદ્દે સૌપ્રથમ ગાંધીનગર અને બાદમાં ગૌશાળા સંચાલકો દ્વારા સરકારને 48 અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે, જો સરકાર બજેટમાં જાહેર કરાયેલ 500 કરોડની પશુ સહાય 48 કલાકમાં નહીં આપે તો અમે અમારા પશુઓને છોડી દઈશું.

સંતોની પણ અટકાયત કરવામાં આવી
48 કલાક સુધી સરકારે કોઈ એક્શન ન લેતા ગૌશાળા સંચાલકોએ જિલ્લામાં અનેક પશુઓને ગૌશાળામાંથી રસ્તા પર છોડી દીધા હતા. સરકાર અને વહીવટીતંત્ર દોડતું થયું હતું. કેટલાક સંતો અને લોકોની અટકાયત કરવામાં આવી હતી.

101 લોકોએ કરાવ્યું મુંડન
હજુ પણ સ્થિતિ તંગ છે આંદોલનકારીઓએ ડીસાના સાંઈબાબા મંદિર પાસે તેમનો સત્યાગ્રહ છાવણી તૈયાર કરી છે. આંદોલનકારીઓ સરકારને ઘેરવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. જેમાં 101 લોકોએ મુંડન કરાવીને વિરોધ નોંધાવ્યો છે.

    follow whatsapp