Karnataka News: પરીક્ષાઓ દરમિયાન સ્કૂલો વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ બંને આપે કરે છે. પરીક્ષા પછી વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર ઘરે લાવે છે અને આન્સરશીટ સ્કૂલમાં જમા કરવે છે. પરંતુ કર્ણાટક સરકારે આ મામલે એકદમ અલગ જ નિર્ણય લીધો છે. જે મુજબ ધોરણ 5, 8 અને 9ના વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે આન્સરશીટ ઘરેથી લાવવાની રહેશે.
ADVERTISEMENT
કર્ણાટક સરકારે આપ્યો આદેશ
કર્ણાટક સરકારે રાજ્યની તમામ શાળાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર પ્રશ્નપત્રો જ આપે અને આન્સરશીટ વિદ્યાર્થીઓને જાતે લાવવા માટે કહે. રાજ્યના શિક્ષણ વિભાગે આન્સશીટનું મૂલ્યાંકન બ્લોક સ્તેરે કરવાનો પણ નિર્ણય લીધો છે.
ધો.5, 8, 9 અને 11ની પરીક્ષાઓ રદ કરવામાં આવી
આ સૂચનાઓ ખાસ કરીને ધોરણ 5, 8, 9 માટે છે. જોકે કર્ણાટક સરકારના આ નિર્ણય પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. કર્ણાટક સ્ટેટ એક્ઝામિનેશન એન્ડ એસેસમેન્ટ બોર્ડ (KSEAB)ને પરીક્ષા આયોજિત કરવાની સત્તા છે. આ પરીક્ષા અગાઉ 11થી 18 માર્ચ સુધી નક્કી કરવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે સોમવારે 11મીથી શરૂ થનારી ધોરણ 5 અને 8ની જાહેર/બોર્ડ પરીક્ષાઓ રદ કરી દીધી છે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની જાહેર પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગનો યુ-ટર્ન
'ધ હિન્દુ'ના એક રિપોર્ટ અનુસાર, વિભાગે વર્ષે 2022-23માં વિદ્યાર્થીઓને ફ્રી આન્સર બુકલેટ અને પ્રશ્નપત્રો આપીને પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ પછી આ વર્ષે વિભાગે માહિતી આપી હતી કે આ વર્ષે પણ વિદ્યાર્થીઓને આન્સરશીટ આપવામાં આવશે પરંતુ પરીક્ષા પહેલા જ વિભાગે તેની જાહેરાત પરથી યુ-ટર્ન લીધો અને હવે કહ્યું છે કે તે વિદ્યાર્થીઓને માત્ર પ્રશ્નપત્ર જ આપશે અને જાણકારી લખવા માટે એક શીટ આપશે. ગયા અઠવાડિયે એક વીડિયો કોન્ફરન્સમાં KSEABએ તમામ હાઈ સ્કૂલોના પ્રિન્સિપાલને આદેશ આપ્યો હતો કે તેઓ વિદ્યાર્થીઓને પોતાની આન્સરશીટ લાવવા માટે જાણકારી આપે. KSEAB એ તેની વેબસાઈટ પર પુસ્તિકાના રૂપમાં મોડેલ પ્રશ્નપત્રો બહાર પાડ્યા છે.
ADVERTISEMENT