અજય શીલુ, પોરબંદર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઑ ચાલી રહી છે. એક બાદ એક નવા સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આ દરમિયાન આજે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું છે. જેમાં હવે કોંગ્રેસ અને એનસીપી સાથે મળી ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસે કુતિયાણા બેઠક પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે કુતિયાણા બેઠક પરથી નાથાભાઈ ઓડેદરાને મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે કાંધલ જાડેજાએ NCPના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતાં નવા જૂનીના એંધાણ છે.
ADVERTISEMENT
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આજે ચૂંટણી ફોર્મ ભર્યું છે.કાંધલ જાડેજાએ NCPના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કુતિયાણા પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે જઇ વિજય મુહૂર્તમાં કાંધલ જાડેજાએ ફોર્મ ભર્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, એનસીપી-કોંગ્રેસનુ ગઠબંધન થયું હોવાની જાણકારી મને નથી. મારે પ્રફુલ્લ પટેલ જોડે વાત થઈ હતી. મે NCP થી ચૂંટણી ફોર્મ ભર્યું છે.
છેલ્લી બે વિધાનસભા ચૂંટણીથી કાંધલ જાડેજાનો આ બેઠક પર કબ્જો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારને આ બેઠક પરથી મેદાને ઉતારી દીધા છે. ત્યારે આ ચૂંટણીને લઈ આ વખતે આ બેઠક પર જામશે ખરાખરીનો ચૂંટણી જંગ જોવા મળશે. જોવાનું રહ્યું ગઠબંધન બાદ કોંગ્રેસ અને એનસીપી પોતાના ઉમેદવારને લઈ શું નિર્ણય કરે છે. કોન ફોર્મ પરત ખેચશે અને કોણ ઉતરશે મેદાને.
17 નવેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેચાશે
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ADVERTISEMENT