કંચન ઝરીવાલા મામલે રાજકારણ ગરમાયું, મનીષ સિસોદીયા પહોંચ્યા ચૂંટણી પંચને દ્વાર 

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટી અને ભાજપ સામે સામે આવ્યા છે. તેમનું કારણ છે આમ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટી અને ભાજપ સામે સામે આવ્યા છે. તેમનું કારણ છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન ઝરીવાલા . આમ આદમી પાર્ટીના સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું છે.  આ મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ઇલેક્શન કમિશન પર સવાલ કર્યા છે છે અને કહ્યું કે હું ચૂંટણી પંચમાં જઈ રહ્યો છું.

મનીષ સિસોદીયાએ કર્યું ટ્વિટ
અત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચમાં જઈ રહ્યા છીએ. ગુજરાતમાં ભાજપે AAP ઉમેદવાર કંચન જરીવાલાને ગુંડાઓના આધારે સુરત પૂર્વમાંથી અપહરણ કરાવ્યું અને પછી પોલીસના આધારે ઉમેદવારી પાછી ખેંચી લીધી.

ત્યારે આવી સ્થિતિમાં ચૂંટણીનો અર્થ શું છે?

મનીષ સિસોદીયા પહોંચ્યા ચૂંટણી પંચ પાસે
AAPના ગુજરાતના ઉમેદવારોનું અપહરણ કરીને, તેમના ઉમેદવારીપત્રો બળજબરીથી રદ કરીને, ભાજપ લોકશાહીની હત્યા કરી રહી છે. હું મુખ્ય ચૂંટણી પંચ પાસે આની સામે અપીલ કરવા આવ્યો છું

મારી પાસે પુરાવાઓનો વીડિયો પણ છે- ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે હું જે કઈપણ કહું છું એના વીડિયો અમારી પાસે છે. હવામાં વાત નથી કરી રહ્યો. તેમણે ભાજપના સ્થાનિક ધારાસભ્ય પર આરોપ લગાવતા કહ્યું હતું કે અમારા ઉમેદવાર અને ભાજપના સ્થાનિક ધારાસભ્ય એક જ સમાજના છે. તેથી અમારા ઉમેદવારને ડરાવી, ધમકાવી એક અજાણી જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. આખી રાત પ્રતાડિત કરાયા અને જબરદસ્તી નોમિનેશન પરત ખેંચાવડાવ્યું હતું.

    follow whatsapp