ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કાની 93 સીટો પર પૂરજોશમાં પ્રચાર-પ્રશાર કાર્ય ચાલી રહ્યું છે. ચૂંટણીને લઈને નેતાઓ દિવસમાં એકથી પણ વધુ સ્થળોએ જઈને સભાઓ કરી રહ્યા છે. ગઈકાલે કલોલમાં કન્હૈયા કુમાર પણ કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે આવ્યા હતા અને તેમણે એક જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રીને અધવચ્ચેથી જ બદલી નાખવાનો મુદ્દો પોતાના ભાષણમાં ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાનો મુદ્દે કન્હૈયા કુમારે ઉઠાવ્યો
કલોલમાં કન્હૈયા કુમારે કહ્યું કે, ગુજરાતમાં ભાજપના રાજમાં બધુ વ્યવસ્થિત જ ચાલુ રહ્યું હતું ત્રણ-ત્રણ મુખ્યમંત્રી કેમ બદલવા પડ્યા. કોઈપણ ભાજપના કાર્યકર્તા વોટ માગવા આવે ત્યારે તેમને પૂછજો, આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદથી કેમ હટાવી દીધા? ખરાબ હતા? સારું કામ નહોતા કરતા? સારું કામ નહોતા કરતા તો રાજ્યપાલ કેમ બનાવી દીધા? અને સારું કામ કરી રહ્યા હતા તો હટાવ્યા કેમ? રૂપાણીજીને મુખ્યમંત્રી કેમ બનાવ્યા? જો સારું કામ કરી રહ્યા હતા તો હટાવ્યા કેમ? અને ખરાબ કામ કરી રહ્યા હતા તો પાર્ટીમાંથી બહાર કેમ ન કર્યા? અને હવે આવ્યા છે ભૂપેન્દ્રભાઈ. હું અમદાવાદમાં આવ્યો ત્યારે મેં ભાજપનું પોસ્ટર જોયું, તેમાં પણ તેમને સાઈડમાં કરી દેવાયા છે.
વડગામમાં કહ્યું, 2022માં પણ 2002નું ગાણું ગાય છે
નોંધનીય છે કે, આ પહેલા કન્હૈયા કુમારે વડગામમાં પણ જનસભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તેમને એવું લાગે છે કે માણસ પોતાની બધી સમસ્યા ભુલી જશે. રોજીનો સવાલ, રોટી, શિક્ષા, બિમારી, રસ્તો બધું જ ભૂલી જશે જો માણસની ભાવના ભડકાવીને તેના મનમાં નફરત, ડર પેદા કરીને માણસને અંદર અંદર લડાવી દેવાય તો લોકો રોજી રોટીનો સવાલ ભૂલી જશે. આવું છેલ્લા 27 વર્ષથી થાય છે તેથી જ ચૂંટણી 2022ની ચાલે છે અને 2002નું ગાણું ગાય છે.
ADVERTISEMENT