પંચમહાલઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે ભાજપે બીજા તબક્કા માટે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આમાં હાલોલના ભાજપના ઉમેદવારની રેલીમાં પણ કમાનો જાદુ જોવા મળ્યો હતો. કમો આ રેલીમાં જોડાઈ જતા ભાજપ તરફી પ્રચારમાં બીજીવાર તેણે એન્ટ્રી મારી હતી. એટલું જ નહીં કમાની હાજરીથી ચૂંટણીનો માહોલ પણ અલગ રંગે રંગાઈ ગયો હતો. સમગ્ર રેલીમાં રસિયો રૂપાળો રંગ રેલીયો ઘરે જાવું ગમતું નથીના ગીત પર લોકો મોજે ઝૂમતા નજરે પડી રહ્યા હતા.
ADVERTISEMENT
કમો ફરીથી આવ્યો કમળના સમર્થનમાં…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કમો ફરી એકવાર ભાજપની પ્રચાર રેલીમાં જોડાયો હતો. હાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારની રેલીમાં તેણે ભાગ લીધો હતો. આની સાથે ભાજપની બાઈક રેલીમાં પણ તે ખુલ્લી જીપ પર સવાર થઈ લોકોનું અભિવાદન કરતો નજરે પડ્યો હતો.
હાલોલ બેઠક પરનું રાજકીય ગણિત
આ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોંગ્રેસ લગભગ આનાથી બહાર ફેંકાઈ ગઈ છે. ત્યારે હવે કમાની ભાજપના ચૂંટણી પ્રચારમાં એન્ટ્રી કેટલી અસરકારક રહેશે એ તો સમય જ બતાવશે. ત્યારે બીજી બાજુ અહીં આમ આદમી પાર્ટી અને અપક્ષનો પડકાર પણ ભાજપ સામે રહ્યો છે. અપક્ષ ઉમેદવાર રામચંદ્ર બારિયા અગાઉ ભાજપના જ કાર્યકર્તા હતા. તેના કારણે અહીં કોની જીત થશે એના સવાલથી રાજકીય કોકડુ ગુંચવાયું છે.
With Input: શાર્દૂલ ગજ્જર
ADVERTISEMENT