ગાંધીનગર: આજે બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેચવાની છેલ્લી તારીખ હતી ત્યારે કોંગ્રેસથી નારાજ થયેલા અને કોંગ્રેસ પર આરોપ લગાવનાર દહેગામમાં કામિનીબાએ ફોર્મ પરત ખેચ્યું છે. જેમાં અપક્ષમાંથી કામિનીબાએ ઉમેદવારી કરી હતી. તથા ટિકિટ કપાતા કામિનીબા કોંગ્રેસથી નારાજ છે. ગાંધીનગર જિલ્લાની દહેગામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડને પડતા મૂકી આ વખતે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કામિનીબા નારાજ થયા હતા. આજે અપક્ષ ફોર્મ પરત લઈ લીધું છે ત્યારે આવતીકાલે ભાજપમાં ભળે તેવી અટકળો લાગી રહી છે.
ADVERTISEMENT
કોંગ્રેસ પર લગાવ્યા હતા ગંભીર આરોપ
ગાંધીનગર જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. આ સાથે કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે વિરોધ નારાજ થયા હતા. દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીની બાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા . તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે આ બેઠક માટે મારી પાસે એક કરોડ માંગ્યા છે. મેં રૂપિયા ન આપ્યા તો અન્યો જોડેથી રૂપિયા લઈને ટિકિટ વેચી દેવામાં આવી છે.
ભાજપમાં જોડાઈ શકે છે
સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ કોંગ્રેસના દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ કોંગ્રેસના સભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે. કામિનીબાને કોંગ્રેસે દહેગામ સીટ પર ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આજે તેમણે અપક્ષ ઉમેદવારી પરત ખેંછી છે. તેઓ ભાજપને ટેકો જાહેર કરી ભાજપમાં જોડાઈ તેવી ચર્ચાઑ ચાલી રહી છે.
ADVERTISEMENT