અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આખરી તૈયારી ચાલી રહી છે. ટિકિટ ફાળવણીનો વિવાદ હજુ શાંત થયો નથી. બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેચવાનો અંતિમ દિવસ પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે કાલે કોંગ્રેસથી નારાજ દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબાએ પોતાનું અપક્ષ ફોર્મ પરત લીધું છે અને કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે. આજે 12 કલાકે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
ADVERTISEMENT
ચૂંટણી આવતા જ પક્ષપલટાની સિઝન શરૂ થઈ જતી હોય છે અને ટિકિટ ફાળવણી બાદ આ સિઝન ખીલી ઉઠે છે. ત્યારે કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ માંથી રાજીનામું ધારી દીધું છે. આજે બપોરે 12 કલાકે ગાંધીનગર કમલમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે.
કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે નેતાઓ નારાજ થઈ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. તેવામાં કોંગ્રેસથી લાંબા સમયથી નાજર કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. ટિકિટ ફાળવણીને લઈ કામિનીબાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.
અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
દેહગામ બેઠક પરથી કોંગ્રેસે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કામિનીબા રાઠોડ નારાજ થયા હતા મિનીબા રાઠોડે ટિકિટને લઈ પ્રદેશ પ્રમુખ પર પણ ગંભિર આરોપ લગાવ્યા હતા. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દાવેદારી પરત ખેચવાના અંતિમ દિવસે તેમણે દાવેદારી પરત ખેચી લીધી હતી.
કોંગ્રેસ પર લગાવ્યો હતો ગંભીર આરોપ
ગાંધીનગર જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. આ સાથે કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે વિરોધ નારાજ થયા હતા. દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીનીબાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા . તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે આ બેઠક માટે મારી પાસે એક કરોડ માંગ્યા છે. મેં રૂપિયા ન આપ્યા તો અન્યો જોડેથી રૂપિયા લઈને ટિકિટ વેચી દેવામાં આવી છે.
ADVERTISEMENT