ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના આગમન પૂર્વે ભાજપે માસ્ટર સ્ટ્રોક પર માસ્ટર સ્ટ્રોક રમવાનું શરૂ કરી દીધું છે. પહેલા વડાપ્રધાન મોદીના આગમનથી ગુજરાત આખુ મોદીમય થઈ ગયું. હવે આજે રવિવારે અમિત શાહ કમલમ ખાતે ચૂંટણીલક્ષી મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેશે. નોંધનીય છે કે આમાં બી.એલ.સંતોષ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ હાજર રહેશે. એટલું જ નહીં આ બેઠકમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે મોટો નિર્ણય લેવાઈ શકે છે.
ADVERTISEMENT
ભાજપના સંગઠન સાથે અમિત શાહ કરશે બેઠક
ગાંધીનગર ખાતે અમિત શાહ ભાજપની ચૂંટણી રણનીતિ ઘડવામાં માર્ગદર્શન પૂરૂ પાડશે. આ દરમિયાન તેઓ કમલમ ખાતે બેઠક યોજશે જેમાં ચૂંટણીલક્ષી ચર્ચા માટે બીએલ સંતોષ, ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદીના આગમન પછી ગુજરાતમાં મોદી લહેર પ્રસરી ગઈ છે. અત્યારે મેટ્રોથી લઈ અન્ય વિકાસલક્ષી કાર્યોમાં વડાપ્રધાન મોદીની જ ચર્ચા થઈ રહી છે. જેથી ભાજપને આ ચૂંટણી જીતવામાં મોટો ફાયદો થઈ શકે એમ લાગી રહ્યું છે.
ઉમેદવારોની પસંદગી મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય
ચૂંટણીની રણનીતિની સાથે સાથે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. અહીં કઈ બેઠક પરથી કોને ટિકિટ આપવી એની ચર્ચા થઈ શકે છે. જોકે આ હજુ પહેલા ભાગની મીટિંગ છે, આગળ પણ ભાજપ વિચારણા કરીને જ પગલાં ભરી શકે છે.
ADVERTISEMENT