મિલકત માટે ખૂની ખેલ: કડીમાં ટ્રકની ટક્કરે યુવકનું મોત, તપાસમાં અઢી વર્ષ પહેલા યુવકના પિતાની હત્યાનો ભેદ ખુલ્યો

મહેસાણા: કડીમાં અઠવાડિયા પહેલા એક અકસ્માતની ઘટનામાં બાઈક સવાર યુવકે જીવ ગુમાવ્યો હતો. જોકે અકસ્માતની આ ઘટનામાં પોલીસને હત્યાની શંકા જતા તે એન્ગલથી તપાસ શરૂ…

gujarattak
follow google news

મહેસાણા: કડીમાં અઠવાડિયા પહેલા એક અકસ્માતની ઘટનામાં બાઈક સવાર યુવકે જીવ ગુમાવ્યો હતો. જોકે અકસ્માતની આ ઘટનામાં પોલીસને હત્યાની શંકા જતા તે એન્ગલથી તપાસ શરૂ કરી હતી. અકસ્માતમાં બાઈકને ટક્કર મારનારા પીકએપ ટ્રકના ડ્રાઈવરની પૂછપરછ કરતા પોલીસને મૃતક યુતકના પિતરાઈ ભાઈએ જ હત્યા માટે સોપારી આપી હોવાનું જાણવા મળ્યું હતું. આટલું જ નહીં મૃતક યુવકના પિતાનું પણ અઢી વર્ષ પહેલા આ રીતે મોત થયું હતું. જે પણ તેના જ પિતરાઈ ભાઈએ કરાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ પણ વાંચો: ગરીબો માટેના સસ્તા અનાજમાં આ રીતે વજન વધારાય છે! ઘઉંમાં રેતી-કાંકરા નાખતો VIDEO સામે આવ્યો

બુલેટ પર જતા યુવકને ટ્રકે પાછળથી ટક્કર મારતા મોત
ઘટનાની વિગતો મુજબ, ગત 24મી જાન્યુઆરીએ કડીમાં વિજય પટેલ નામના યુવક રાત્રે સાડા આઠ વાગ્યે આર.કે પટેલ સ્કૂલ પાસેથી પોતાના બુલેટ પર જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પિકઅપ ટ્રક જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેથી વિજયને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન વિજયનું મોત થઈ ગયું. પોલીસે ઘટનામાં હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લીધી અને અકસ્માતના સીસીટીવી ફૂટેજ ખંખાળ્યા હતા. જેમાં પિકઅપ ટ્રકની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ હતી.

આ પણ વાંચો: જમવા બાબતે થઈ બોલાચાલી, ગુસ્સે થયેલા પતિએ પત્નીને ઉતારી દીધી મોતને ઘાટ

યુવકના પિતરાઈ ભાઈએ જ આપી હતી સોપારી
બાદમાં પોલીસે અકસ્માત સર્જનારા ડ્રાઈવરને પકડીને તેની પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા અને આ અકસ્માત નહીં પરંતુ પ્રિ-પ્લાન્ડ મર્ડર હોવાનો ખુલાસો થયો હતો. મૃતક વિજયના પિતરાઈ ભાઈએ જ આ માટે સોપારી આપી હતી. જે બાદ પોલીસે આરોપી યોગેશ પટેલની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, થોડા વર્ષો પહેલા ધંધાના ભાગલામાં પૈસાની વહેંચણી બાબતે ભાઈઓમાં મન દુઃખ થયું હતું. આપોપીના કાકાએ પિતાને એકલા પાડી ધંધો અલગ કરી લેતા તેણે સોપારી આપી અઢી વર્ષ પહેલા આ જ રીતે કાકાની અકસ્માત લાગે તેમ હત્યા કરાવી હતી. જ્યારે હવે કાકાના દીકરાની હત્યા માટે પણ સોપારી આપી તેનું મર્ડર કરાવી નાખ્યું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp