જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની તારીખમાં કરવામાં આવ્યો ફેરફાર, જાણો હવે ક્યારે લેવાશે

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાતમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ GPSC વર્ગ 1 અને 2 તથા પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ એક જ…

gujarattak
follow google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાતમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ GPSC વર્ગ 1 અને 2 તથા પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ એક જ તારીખે હોવાથી જે પરીક્ષાર્થીઓએ બંને પરીક્ષા માટે અરજી કરી છે તે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. અને ઠેર-ઠેરથી બન્ને માંથી કોઈ પરીક્ષાની તારીખ બદલવા માટેની રજૂઆત વિદ્યાર્થીઓએ કરી હતી. આ બાબતે  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા  જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે આગામી 29 જાન્યુઆરી,2023ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે.

    follow whatsapp