ગાંધીનગર: ગત જાન્યુઆરી મહિનામાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ સરકાર વિરુદ્ધ ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સરકારે સમગ્ર મામલે 100 દિવસમાં ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જે મુજબ આગામી 9 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે તેમ કહેવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
હસમુખ પટેલે વાઈરલ તારીખ પર શું કહ્યું?
હસમુખ પટેલે ગુજરાત Tak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તારીખમાં કોઈ તથ્ય નથી અને અમે હજુ સુધી કોઈ તારીખો જાહેર કરી નથી. ખાસ વાત છે કે ફરીથી જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની સરકારે જાહેરાત કરી તેના થોડા દિવસો બાદ હસમુખ પટેલને આ પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી એપ્રિલ મહિનામાં જ પરીક્ષા લેવામાં આવે તે પ્રકારનું આયોજન હોવાની વાત કરી હતી.
સોશિયલ મીડિયામાં રોહિત માળી નામના યુવકે ટ્વીટ કર્યું છે. જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તારીખ આગામી 9 એપ્રિલે યોજાશે તેવી વાત કરવામાં આવી છે. જોકે હસમુખ પટેલે સ્પષ્ટ રીતે આ તારીખો ખોટી હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT