ભાર્ગવી જોશી, જુનાગઢ: શહેરના મનપા કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને આગામી વર્ષ માટે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં જૂનાગઢની જનતાની કમર તોડે તેવો વધારો સૂચવવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. ત્યારે આ વર્ષે બમણા કરતા વધુ વધારો ઝીંકવા મનપાએ તૈયારી કરી દીધી છે.
ADVERTISEMENT
જૂનાગઢ મનપા કમિશ્નરે વેરામાં 100 થી 250% નો વધારો સૂચવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું બજેટ બનાવી કમિશ્નરે સ્થાયી સમિતીને સુપ્રત કર્યું છે જોકે, આ બજેટમાં કમિશ્નરને લોકો પર જરા પણ દયા દ્રષ્ટિ રાખ્યા વિના તોતીંગ વધારો સૂચવી દીધો છે. ખાસ કરીને સફાઇકર, પાણી કનેકશન, દિવાબત્તી ચાર્જ, ડ્રેનેજ ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ, શોપ લાઇસન્સના ચાર્જમાં તોતીંગ વધારો કરી દેવામાં આવ્યો છે
લોકો પર બોજો નાખવા મનપાની તૈયારી!!!!
એક તરફ જુનાગઢ શહેરીજનોને રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટની પુરતી કે સંતોષકારક સુવિધા મળતી નથી. ત્યારે તે સેવામાં સુધારો કરવાના બદલે માત્રને માત્ર વેરામાં અસહ્ય વધારો કરી દેવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે હવે આ બજેટ જૂનાગઢવાસીઓ પર મોટું બર્ડન કે બોજ બની રહેશે.
આ પણ વાંચો: વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન કહ્યું, તમામ લડત લડવા તૈયાર
આશરે 8,35,53,58,265/-ની રકમનું બજેટ તૈયાર કરાયું
જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તન્ના દ્વારા આગામી વર્ષ 2023/24નું બજેટ (અંદાજપત્ર) તૈયાર કરી સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણાને સોંપવામાં આવ્યું છે. આ બજેટ કે જે આશરે રકમ – 8,35,53,58,265/- નું તૈયાર કરવામાં આવેલ છે. આ બજેટ રૂપિયા 1,15,265/- ની પુરાંત વાળું તૈયાર કરવામાં આવેલ છે. જે કર અને દરના સમતોલન સાથે આ બજેટ અન્વયે આગામી દિવસોમાં ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અભ્યાસ કરવામાં આવશે. જરૂરી ફેરફારો સાથે મંજૂર કરવામાં આવશે.
કેટલા ટકા વધારો સૂચવાયો?
- દિવાબત્તી ચાર્જ 118% વધી 228% થયો છે.
- ડ્રેનેજ ચાર્જ 250% વધીને 350% થયોછે.
- સફાઇ કર 150% વધીને 250% થયો છે.
- પાણી કનેકશન ચાર્જ 183% વધીને 283% થયો છે.
- ડોર ટુ ડોરનો ચાર્જ 91% વધીને 191% થયો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT