ભાર્ગવી જોશી/જૂનાગઢ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો જાહેર થતા જ ભાજપે પોતાના 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી બાજુ AAP અને કોંગ્રેસ પણ રોજે રોજ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકો જૂનાગઢ, માણાવદર, વિસાવદર, કેશોદ અને માંગરોળ પર આ વખતે ચૂંટણીનો જંગ કેવો રોમાંચક રહેશે અને કઈ પાર્ટીને કેટલી સીટો મળવાની શક્યતા છે, તેનો Gujarat Tak દ્વારા જૂનાગઢના જ વરિષ્ઠ પત્રકારો પાસેથી અંદાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
‘કોંગ્રેસ યોગ્ય પ્રચાર કરશે તો 4 બેઠકો મેળવવી મુશ્કેલ નહીં રહે’
વરિષ્ઠ પત્રકાર, એસ.આઈ બુખારીએ જણાવ્યું કે, જુનાગઢમાં હાલ કશું કહેવું અઘરું છે બધા જ પક્ષના ઉમેદવારોના નામ આવે પચ્છી ચિત્ર સ્પષ્ટ થશે પણ ત્રીજી પાર્ટી સારી એવી ટક્કર આપી શકે છે. તમામ બેઠકો પર ત્રિપાંખીયો જંગ થશે. કોંગ્રેસ પ્રચાર બરાબર કરશે તો 4 બેઠકો મેળવવી મુશ્કેલ નહીં ગણાય. એનું કારણ છે કે ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તમે જુઓ તો ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે, એટલે એન્ટીઈન્કમ્બન્સી ફેક્ટર ભાજપમાં કામ કરશે. રાજકરણમાં કોઈ સંત નથી હોતું. પ્રચાર બરાબર કરશે તો કોંગ્રેસ માટે ગઈ વખતનો આંકડો મેળવવો મુશ્કેલ નહીં ગણાય.
‘જૂનાગઢમાં ભાજપનું સગંઠન મજબૂૂત, કોંગ્રેસ-AAPનું નબળું’
સૌરાષ્ટ્ર ભૂમિના તંત્રી કાર્તિકભાઈ ઉપાધ્યાયે કહ્યું કે, જૂનાગઢની તમામ બેઠકો સમીકરણ જ્ઞાતિ આધારિત ઉમેદવારોનું છે. જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપનું સંગઠન સારું છે. કોંગ્રેસ-આપનું સંગઠન નબળું છે. જૂનાગઢમાં હાલ કશું કહેવું અઘરું છે બધા જ પક્ષના ઉમેદવારોના નામ આવે પછી ચિત્ર સ્પષ્ટ થશે પણ ત્રીજી પાર્ટી સારી એવી ટક્કર આપી શકે છે.
‘કોંગ્રેસને 2 બેઠકોનો લોસ જશે’
જ્યારે ફૂલછાબના બ્યુરો ચીફ અને વરિષ્ઠ પત્રકાર એવા વિજય પિપલોતરે કહ્યું કે, જૂનાગઢની તમામ બેઠકો સમીકરણ જ્ઞાતિ આધારિત ઉમેદવારોનું છે. પણ આ વખતે મતદારો જ્ઞાતિ નહીં પણ વ્યક્તિનું કામ જોઈ મત આપશે. જૂનાગઢમાં ભાજપે આ વખતે નવો ચહેરો મૂક્યો છે, આ પાછળ પટેલ જ્ઞાતિના મતો અંકે કરવાનું ગણિત હોય એવું દેખાય છે.AAPના ઉમેદવાર પણ પટેલ જ્ઞાતિના છે.જૂનાગઢમાં કોઈ એવી જ્ઞાતિનું વર્ચસ્વ નથી જે નિર્ણાયક હોઈ શકે. 2017માં ભાજપને કેશોદની 1 બેઠક મળી હતી અને કોંગ્રેસને 4. 2022માં હું એવી ધારણા કરું છું કે, કોંગ્રેસને 2 બેઠકનો લોસ જશે, અને 3 બેઠક ભાજપ કબજે કરી એવી અત્યાર સ્થિતિ દેખાઈ રહી છે.
ADVERTISEMENT