દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ સતત ગુજરાતમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો થઈ રહ્યા છે. ગુજરાતની ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ એક્ટિવ મોડમાં આવી ચૂક્યા છે ત્યારે ગુજરાતના BEST MLAનો એવાર્ડ પામનાર સયાજીગંજ વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય જીતુ સુખડીયા પોતાના જ વિસ્તારમાં લોકોના આક્રોશનો ભોગ બન્યા છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નેતાઓ જનતા વચ્ચે જવાનો એક પણ મોકો નથી છોડતા ત્યારે વિવિધ રોડના કામનું ખાતમુહુર્ત કરવા સયાજીગંજ વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય જીતુ સુખડીયા વડોદરાના મેયરના કેયુર રોકડીયાનાં વોર્ડ નં.8માં પહોંચ્યા હતા. તાજેતરમાં જ બેસ્ટ ધારાસભ્યનો એવાર્ડ પ્રાપ્ત કરનાર ભાજપના ધારાસભ્ય જીતુ સુખડીયાને લોકોએ સ્થાનિક કાઉન્સિલરોની હાજરીમાં ઘેરાવ કર્યો હતો અને વિવિધ પડતર કામો અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.
ચૂંટણી સમયે જ ધારાસભ્ય દેખાઈ છે
વડોદરામાં ગોરવા પંચવટી વિસ્તારમાં લોકોએ ધારાસભ્ય જીતુ સુખડીયાને ઘેર્યા. ઘેરાવો કરી ગંદકી અને રોડ બાબતે ખરી ખોટી સંભળાવી. લોકોએ ધારાસભ્યની સાથે ભાજપનાં કાઉન્સિલરોનો પણ ઘેરાવો કર્યો હતો આ સાથે લોકોએ આક્ષેપ કરતાં કહ્યું કે, ચુંટણી વખતે જ ધારાસભ્ય દેખાઈ છે.
ધારાસભ્ય અને કાઉન્સિલરોનો કર્યો ઘેરાવ
ચૂંટની નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં અનેક નેતાઓ પ્રવાસ કરી રહ્યા છે અને નેતાઓ હવે પોતાના વિસ્તાર ખુદી રહ્યા છે. પોતાના વિસ્તારમાં ફાળવેલ ગ્રાન્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે વડોદરા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય જિતેન્દ્ર સુખડીયા પોતાના મેયરના વોર્ડમાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યાં તેમનો વિરોધ થયો છે અમે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બેસ્ટ ધારાસભ્યનો એવાર્ડ પ્રાપ્ત કરનાર જિતેન્દ્ર સુખડીયાને મતદારોએ કાઉન્સિલરો સામે ઘેરાવ કર્યો હતો અને તતડાવ્યા હતા.
ડાબા હાથે વધેર્યુ શ્રીફળ
રોડના ખાત મુહૂર્ત કાર્યક્રમમાં અનેક લોકો અને નેતાઓ ઉપસ્થિત હતા આ દરમિયાન સ્થાનિક કાઉન્સિલરે શ્રીફળ જમણા હાથથી વધેરવાના બદલે ડાબા હાથે વધેર્યુ હતું. આ દરમિયાન આગ માં ઘી હોમવા જેવુ કાર્ય થયું હતું.
ADVERTISEMENT