અમદાવાદમાં જાહેરમાં પોતાના પર હુમલો કરનાર લાભુ દેસાઈ વિશે Jignesh Mevaniનો ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગઈકાલે વડગામના MLA જિગ્નેશ મેવાણી (Jignesh Mevani) પર હુમલો…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગઈકાલે વડગામના MLA જિગ્નેશ મેવાણી (Jignesh Mevani) પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. ટ્વિટર પર પોસ્ટ કરીને મેવાણીની સોશિયલ મીડિયા ટીમે હુમલો કરનાર શખસની તસવીર શેર કરી આ અંગે જાણકારી આપી હતી. જેમાં સ્પષ્ટપણે તેમણે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ સાથે જોવા મળતા લાભુ દેસાઈ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સમગ્ર મામલે આજે જીગ્નેશ મેવાણીએ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સ્થાનિક લોકો પણ હતા લુખ્ખા તત્વોથી પરેશાન
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સરકારી આવાસ યોજનાના મકાનોમાં ઘણા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી સ્થાનિક લોકોને ખુબ હેરાન ગતિ થઈ રહી હતી. તેથી રહીશોએ જીગ્નેશ મેવાણીને રજૂઆત કરી હતી. જેને લઈને જીગ્નેશ મેવાણીએ વસ્ત્રાલના નર્મદા ફ્લેટમાં રહેતા 900થી વધારે પરિવારોની મુલાકાત લીધી હતી. માહિતી પ્રમાણે આવાસ યોજનાના મકાનો કાયદા વિરૂદ્ધ ભાડે ચડાવવામાં આવતા હતા. દારુના ખુલ્લે આમ ધંધા ચાલી રહ્યા હતા. મહિલાઓને અપશબ્દો બોલવામાં આવતા હતા. આ તમામ બાબતોને લઈને અનેકવાર રામોલ પોલીસ સ્ટેશનમાં, ડીસીપી ઝોન-5ને અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ તેમાં કોઈ સુનાવણી થઈ નથી.

પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા મેવાણી
સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે અમદાવાદ પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ વાઘેલાનો અંગત માણસ લાભુભાઈએ અહીંની સ્ત્રીઓને અશ્લીલ અને અભદ્ર શબ્દો કહ્યા. 14 વર્ષની બાળકીની છેડતી કરી. અમારી માંગ છે કે, છાકટા બનેલા ગુંડાતત્વોને તડીપાર કરવામાં આવે અથવા પાસા કરવામાં આવે. ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. સાથે જ નરોડામાં એક મહિલા આરોગ્ય કર્મીના મોઢામાં જબરજસ્તીથી પાણી પીવડાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

    follow whatsapp