જીગ્નેશ કવિરાજે ભાજપમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

કેદાર આચાર્ય, મહેસાણા:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. સતત નવા સમીકરણોથી રાજકીય ઊઠલ પાથલ …

gujarattak
follow google news

કેદાર આચાર્ય, મહેસાણા:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. સતત નવા સમીકરણોથી રાજકીય ઊઠલ પાથલ  જોવા મળી રહી છે. ગુજરાતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવા લાગી છે ત્યારે આજે જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજ ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઑ ચાલી રહી હતી. આ દરમિયાન તેમણે જોડાવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, હું અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યો છું. ભાજપમાં નથી જોડાવાનો

જીગ્નેશ કવિરાજે ભાજપમાં જોડાવા અંગે ખુલાસો કર્યો હતો. તેઓ પોતાના મૂળ વતન એવા મહેસાણાની ખેરાલુ બેઠક પરથી અપક્ષ તરીકે આ વખતે દાવેદારી નોંધાવશે. હાલમાં તેઓ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી . આજે તેમણે સમકરથકો સાથે રેલીનું આયોજન કર્યું હતું.

ગુજરાતમાં સંગીત ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે જીગ્નેશ કવિરાજ
જીગ્નેશ કવિરાજ જાણીતા લોકગાયક છે અને તેમના દાદા, પિતા, કાકા તથા મોટાભાઈ પણ સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા હતા. તેમને નાનપણથી જ સંગીતમાં ખૂબ રસ હતો અને નાનપણથી જ તેમણે પોતાની કળાથી ખૂબ નામના મેળવી છે. હાલમાં ગુજરાતભરમાં તેઓ સંગીત ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે. એવામાં તેઓ ચૂંટણી લડવા મેદાનમાં ઉતરશે તો ચોક્કસ પણે ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારોના મત ચોક્કસપણે તોડશે.

    follow whatsapp