પૂર્વ આરોગ્ય મંત્રીનું ભાજપમાંથી રાજીનામું, 6 દિવસ પહેલા જ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી

અમદાવાદ: રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના સિનિયર નેતા એવા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપની સેન્સની પ્રક્રિયા દરમિયાન તેઓ સિદ્ધપુર બેઠક પરથી…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના સિનિયર નેતા એવા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપની સેન્સની પ્રક્રિયા દરમિયાન તેઓ સિદ્ધપુર બેઠક પરથી સેન્સ આપવા ગયા હતા, પરંતુ ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. જોકે આ બાદ તેમની ગુજરાત કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત થઈ હતી.

સર્કિટ હાઉસમાં ગેહલોત સાથે કરી હતી મુલાકાત
ત્યારે હવે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે જયનારાયણ વ્યાસે ભાજપમાં સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં જ તેઓ અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી પ્રભારી અશોક ગેહલોતને મળ્યા હતા. આ બાદ જ તેમના કોંગ્રેસના જવાની અટકળોએ જોર પકડ્યું હતું અને માત્ર 6 દિવસમાં જ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસમાંથી જ ચૂંટણી લડતા દેખાય તો નવાઈ નહીં.

જયનારાયણ વ્યાસે મુલાાકાતને અંગત જણાવી હતી
જોકે અશોક ગેહલોત સાથે મુલાકાત બાદ જયનારાયણ વ્યાસે કેટલાક મીડિયા માધ્યમોમાં નર્મદાના પાણીના વ્યવસ્થાપનને લઈને માહિતી મેળવવા માટે મુલાકાત કરી હોવાનું જણાવ્યું હતું. તેઓ પોતે એક પુસ્તક લખી રહ્યા છે અને આ માટે તેમણે રાજસ્થાને નર્મદાના પાણીનો ઉપયોગ કેવી રીતે કર્યો તે વિશે માહિતી મેળવવા ગેહલોતને મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

    follow whatsapp