જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગેએ ખેસ પહેરાવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો ખેસ…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે. તેમનું કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે જ્યારથી તેમને ટિકિટ નહોતી મળી અને પછી ભાજપથી રાજીનામુ આપ્યું હતું. ત્યારથી તેઓ કોંગ્રેસમાં જોડાય એવી અટકળો તેજ થઈ હતી.

જયનારાયણ ભાજપથી રામ રામ કરી કોંગ્રેસમાં જોડાયા
વરીષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અહેવાલો પ્રમાણે જયનારાયણ વ્યાસને સિદ્ધપુરથી ટિકિટ ન મળતા તેઓ ભાજપથી નારાજ હોવાની અટકળો સામે આવી હતી. પછી કેટલાક સમય પછી તેમણે ભાજપનો સાથ છોડી દીધો હતો. ગત દિવસે જયનારાયણ વ્યાસે કોંગ્રેસ પ્રત્યે સમર્થન જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને જીતાડવા માટે જવાબદારી પણ લઈ લીધી હતી.

વિધાનસભા ચૂંટણીને ખુબ જ ટુંકો ગાળો બાકી રહ્યો છે. સિદ્ધપુર વિધાનસભા બેઠક પર રાજકીય વળાંક જોવાઇ રહ્યો છે. જયનારાયણ વ્યાસ સિદ્ધપુર પાટણમાં મજબુત પકડ ધરાવતા નેતા છે. જય નારાયણ વ્યાસ ભાજપના સિનિયર નેતા હતા. થોડા સમય અગાઉ તેમણે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું પણ આપ્યું હતું. હવે કોંગ્રેસનો હાથ પકડી લેતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે.

    follow whatsapp