નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર જાવાદ મિયાંદાદ (JAved Miandad) એ થોડા દિવસો પહેલા ભારત (INDIA) ના પાકિસ્તાન મુલાકાત અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો ભારત પાકિસ્તાનમાં ન આવવા માંગે તો ભાડમાં જાય. જો કે તેમનું આ નિવેદન બાબતે તેમણે પલટી મારી લીધી છે. તેમણે એમ પણ કહ્યું કે, જો ભારત અહીં રમવા માટે ન આવવા માંગે તો અમને ત્યાં બોલાવી લો. અમે રમવા માટે જઇશું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનમાં એશિયા કપમાં રમવાનો ઇન્કાર કર્યો હતો.
ADVERTISEMENT
જાવેદ મિયાદાદે પોડકાસ્ટ પર આપ્યું વિવાદિત નિવેદન
જાવેદ મિયાદાદ નાદિર અલી પોડકાસ્ટમાં ભારત પાકિસ્તાનના સંબંધો અંગે ચર્ચા કરી રહ્યા હતા. યુટ્યુબ પર પ્રસારિત એક પોડકાસ્ટ 47 મી મિનિટે જાવેદને પુછ્યું કે, શું ભારતે પાકિસ્તાનમાં આવવું જોઇએ. આ અંગે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટ ખેલાડીએ કહ્યું કે, ઇન્ડિયાને બિલકુલ આવવું જોઇએ. અમે પાડોશી છીએ. અમે ઇચ્છીએ છીએ કે, જો તેઓ ન આવે તો અમને બોલાવી લો. અમે રમવા માટે આવી જઇશું. જાવેદે કહ્યું કે, અમારી ટીમ સિક્યોરિટીની પણ ચિંતા નથી કરતી. અમારુ માનવું છે કે, જો મેત આવવાનું હશે તો આવશે. અમે તો એવું જ ઇચ્છીએ છે કે તેઓ (ભારતીય ટીમ) પણ આવે કારણ કે આ વખતે પાકિસ્તાન આવવાનો વારો તેમનો છે.
મિયાદાદનું ભાડમાં જાઓ વાળું નિવેદન વાયરલ
જાવેદ મિયાંદાદને નાદિરે પુછ્યું કે, તમારા હાલમાં નિવેદન આપ્યું હતું કે, જો ભારત પાકિસ્તાનની મુલાકાત નથી આવવા માંગે છે તો ભાડમાં જાઓ? આ સવાલ પર તરત મિયાંદાદે નાદિરને કહ્યું કે, બીજુ શું કરીએ, મને કહો… પંજાબીમાં કહે છે કે, મટ્ટી પાઓ… ખતમ કરો. જાવેદ આટલે જ નહોતા અટક્યા અને કહ્યું કે, પાકિસ્તાનના ક્રિકેટ ટોપ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટમાં ભારત કરતા ખુબ જ આગળ છે.
બાલા સાહેબ ઠાકરે સાથે મુલાકાત અંગે મિયાદાંદ બોલ્યા
જાવેદ મિયાંદાદે કહ્યું કે, બાલ ઠાકરે સાથે મુલાકાત અંગે પણ બોલ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ ભારતની મુલાકાતે મુંબઇમાં હતા તો બાલા સાહેબ સાથે મુલાકાત થઇ હતી. તેઓ મને જોઇને ખુબ જ ખુશ હતા. મુંબઇમાં જ્યાં તેઓ રહેતા હતા. ત્યાં આખો વિસ્તાર ખચાખચ લોકોથી ભરેલો હતો. જાવેદે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની આવામ તો ક્રિકેટ ઇચ્છે છે, પરંતુ બંન્ને દેશોમાં નફરત રાજનેતાઓ ભરી રહ્યા છે.
ADVERTISEMENT