જામનગરમાં પાણીની અછત નહી વર્તાય, ચોમાસામાં જીવાદોરી સમાન ડેમ છલોછલ ભરાયો

જામનગરઃ રાજ્યમાં અત્યારે ચોમાસું તેના અંતિમ ચરણમાં પહોંચી ગયું છે. તેવામાં જામનગરમાં પણ છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના પરિણામે જિલ્લાની જીવાદોરી…

gujarattak
follow google news

જામનગરઃ રાજ્યમાં અત્યારે ચોમાસું તેના અંતિમ ચરણમાં પહોંચી ગયું છે. તેવામાં જામનગરમાં પણ છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના પરિણામે જિલ્લાની જીવાદોરી સમાન સાસોઈ ડેમ 100 ટકા છલોછલ થઈ ગયો છે. જોકે આના કારણે સ્થાનિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. નોંધનીય છે કે જામનગરમાં પીવાનું પાણી સાસોઈ ડેમ જ પૂરૂ પાડે છે. તેવામાં ગત સપ્તાહ દરમિયાન જે વરસાદ પડ્યો છે એના કારણે ડેમ છલોછલ ભરાઈ ગયો છે.

જામનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો
જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરના પગલે સોસાઈ ડેમ છલોછલ ભરાઈ ગયો છે. જેના કારણે સ્થાનિકોને ઘણી સહાય થઈ શકે છે. નોંધનીય છે કે જામનગરના ઘણા વિસ્તારોમાં ગુરુવારે બે કલાકની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જોકે આના કારણે વિવિધ સ્થળે પાણી ભરાઈ ગયું હતું અને રસ્તાઓ પણ પાણી પાણી થઈ ગયા હતા.

હવામાન વિભાગની આગાહી
ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસથી ધોધમાર વરસાદ ખાબકી શકે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેવામાં સાસોઈ ડેમ ઓવરફ્લો થવાનો ભય પણ રહેલો છે.

With Input- દર્શન ઠક્કર

    follow whatsapp