દર્શન ઠક્કર/જામનગરઃ ગુજરાતમાં અવાર નવાર લવ જેહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં હવે ડિજિટલ પ્લેટફોર્મ પરથી ગુજરાતના જામનગરની સગીરાને એક વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. તેણે સોશિયલ મીડિયામાં વાતચીત કરી લગ્ન માટે ઉશ્કેરી હતી. વળી સગીરા 17 વર્ષની હતી તેવામાં માતા પિતાની ફરિયાદ બાદ પોલીસે ચક્રો ગતિમાન કરી શખસને ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
આસામનો વિધર્મી ગુજરાતી સગીરાને ભગાડી ગયો
જામનગરમાં રહેતી 17 વર્ષની સગીરાને ફેસબુક પર એક આસામના યુવક સાથે મિત્રતા થઈ હતી. આ દરમિયાન બંને વચ્ચા સારા સંબંધો સ્થપાયા અને ધીરે ધીરે આ દોસ્તી પ્રેમમાં પરિણમી હતી. નોંધનીય છે કે સગીરાની ઉંમર હજુ લગ્ન કરવાને લાયક થઈ નહોતી. છતા 23 વર્ષીય આસામના યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી લવજેહાદનું કૃત્ય આચર્યું હતું.
બે દિવસ પૂર્વે સગીરાને ભગાડી ગયો
17 વર્ષીય સગીરાને આસામનો યુવક બે દિવસ પહેલાં ઘરેથી ભગાડી ગયો હતો. નોંધનીય છે કે ત્યારપછી માતા પિતાની ફરિયાદ બાદ સમગ્ર મામલો જામનગરના સીટી સી ડિવિઝન ખાતે પહોંચ્યો હતો. ત્યારપછી પોલીસે વિગતવાર તપાસ હાથ ધરીને વડોદરા પોલીસની સહાયથી યુવકની ધરપકડ કરી લીધી હતી. હવે આગળ આ સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરાશે.
ADVERTISEMENT