અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તોડ જોડની રાજનીતિ વેગ પકકડી રહી છે. ગુજરાત કોંગ્રેસના ખેડૂત નેતા હર્ષદ રિબડીયાએ અચાનક કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. આ દરમિયાન હવે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને ધારાસભ્ય સંજય સોલંકી પણ કોંગ્રેસનો સાથ છોડી શકે છે તેવિ અટકળો લાગી રહી છે. આ મામલે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, કોંગ્રેસ પક્ષ એ મારૂ ગૌત્ર છે અને હું સંપૂર્ણ પણે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ છું
ADVERTISEMENT
ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી અન્ય પક્ષને સાથ આપે છે. આ દરમિયાન કોંગ્રેસના વધુ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળો વહેતી થઈ છે. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ પક્ષપલટા અંગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સમાચાર એ તથ્ય અને પાયા વિહોણા છે. કોંગ્રેસ પક્ષ એ મારૂ ગૌત્ર છે અને હું સંપૂર્ણ પણે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ છું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જીલ્લાની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષનો પંજો જવલંત વિજય મેળવશે તેમજ જંબુસર બેઠકપરથી પણ કોંગ્રેસ જંગી બહુમતિથી જીતશે.
કોંગ્રેસના આ ધારાસભ્યો છોડી શકે કોંગ્રેસનો હાથ
ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની ચિંતા વધી રહી છે. નારાજગી અને પક્ષ પલટાનો દોર શરૂ થઈ ચૂક્યો છે. હજુ કોંગ્રેસના કેટલાક પક્ષ છોડી શકે છે. જેમાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા, જંબુસરના સંજયભાઈ સોલંકી, પાલનપુરના મહેશ પટેલ, જાલોદના ભાવેશ કટારા અને ધોરાજીના લલિત વસોયાની ચર્ચા ચાલી રહી છે. જોકે લલિત વસોયા અને સંજયભાઈ સોલંકીએ પક્ષ પલટા નથી કરતાં તેવા નિવેદન પણ આપ્યા છે.
વર્ષ 2017 બાદ કોંગ્રેસે ગુમાવ્યા આટલા MLA
ADVERTISEMENT