સાજીદ બેલીમ સુરેન્દ્રનગરઃ પાલીતાણાના શેત્રુંજય તીર્થમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડના પડઘા સુરેન્દ્રનગરમાં પડ્યા છે. અસામાજિક તત્વોના તોડફોડના મુદ્દે વેપારીઓએ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જૈન સમાજ સહિત દરેક સમાજના આગેવાનો આ બંધના એલાનમાં જોડાયા છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરમાં વેપારીઓએ પાળ્યું બંધ
પાલીતાણા શેત્રુંજય તીર્થ પર પર્વતની તળેટીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી જેના કારણે ઘણુ નુકસાન થયું હતું. ત્યારે ધ્રાંગધ્રા તીર્થ રક્ષા સમિતી દ્વારા આજે બપોરે 12 વાગ્યા સુધી ધંધો-રોજગાર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. જૈન સમાજ સહિત અનેક સમાજના આગેવાનો, વેપારીઓ અને દુકાનદારો બપોર સુધીના બંધના એલાનને સ્વૈચ્છિક સમર્થન પણ આપ્યું છે. અસામાજિક તત્વોએ જે તોડફોડ કરી છે તેના કારણે જૈન સમાજમાં ખુબ રોષ ફેલાયો છે.
જૈન સમાજે મહારેલીથી નોંધાવ્યો વિરોધ
જૈન સમાજ દ્વારા સમગ્ર દેશ અને રાજ્યના વિવિધ શહેરમાં રેલી યોજવામાં આવી છે.શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે રાજ્યમાં ઠેર-ઠેર માગ ઉઠી રહી છે.ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદે દબાણો અને મકાનોને અટકાવવાની પણ માંગ કરવામાં આવી છે.ગઈ કાલે અમદાવાદ અને સુરતમાં શેત્રુંજય તીર્થની રક્ષા માટે અમદાવાદ અને સુરતમાં મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં તમામ શહેરોમાં જૈન સમાજની માત્ર એક જ માગ છે કે,પાલીતાણામાં જૈન મંદિર પર હુમલાના વિરોધમાં આરોપીને સજા આપવાની માગ સાથે રેલીનું આયોજન કરાયું.
જૈન સમાજે સરકારને આપ્યું અલ્ટીમેટમ
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ,ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યાં છે ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા વિવિધ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જૈન સમાજના
ગુરુઓ અને ગચ્છાધિપતિઓએ વિશાળ મેદનીને સંબોધિત કરવાની સાથે સાથે સરકારને પણ 3 દિવસનું અલ્ટીમેટમ આપી દીધુ હતુ.જો સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો જૈન સમાજ આગામી રણનીતિ નક્કી કરશે.
ADVERTISEMENT