અમદાવાદ: ગુજરાત વિધાનસભામા હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે કોંગ્રેસ વિપક્ષના પદ માટે ઝઝૂમી રહ્યું છે. આ દરમિયાન વિપક્ષના પદને લઈ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા માટે જે કાઇ કાનૂની લડત કે ફ્લોરપર અથવા સરકાર સામે લડવી પડશે તે કોંગ્રેસ લડશે.
ADVERTISEMENT
ભૂતકાળમાં 14 ધારાસભ્ય હતા અને કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ વિપક્ષની ભૂમિકા ભજવવા વિપક્ષના નેતા બનાવવા અને વિપક્ષનેતાને જે સગવડ મળતી હતી તે આપી હતી. શબ્દોનું અર્થઘટન કરી અને વિરોધ ન જ કરી શકે. બંધારણીય રીતે ન મળે તેવા હથકંડા ભાજપ કરશે. લોકશાહી છે. અને લોકશાહીમાં કાયદા બોલતા હોય. નિયમો બોલતા હોય ભૂતકાળ માં લીધેલા નિર્ણયોને ધ્યાને રાખીને વિધાનસભામાં વિપક્ષની ભૂમિકા માટે જે કાઇ કાનૂની લડત કે ફ્લોરપર અથવા સરકાર સામે લડવી પડશે તે કોંગ્રેસ લડશે
16 જિલ્લામાં કોંગ્રેસને એક પણ બેઠક ન મળી
કોંગ્રેસે ગુજરાતમાં 20થી ઓછી સીટો મેળવી છે. કોંગ્રેસને ફક્ત 17 બેઠકો પર જ નેતૃત્વ કરવાનો જનતાએ મોકો આપ્યો છે. અગાઉ તેનું કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની વાત કરવાંમાં આવે તો 1990માં તેને 33 સીટ મળી હતી. આ વર્ષે કોંગ્રેસની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, 16 જિલ્લામાં તેમના સૂપડા સાફ થઈ ગયા છે.
આ જિલ્લામાં એક પણ સીટ નથી મળી
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને અસ્તિત્વની ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મળી છે. કોંગ્રેસે 16 જિલ્લામાં એક પણ બેઠક મેળવી નથી. ખેડા, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ, તાપી જિલ્લામાં એક પણ સીટ કોંગ્રેસને મળી નથી.
વર્ષ અને કોંગ્રેસની બેઠકો
1962- 113
1967- 93
1972- 140
1975- 75
1980- 141
1985- 149
1990- 33
1995- 45
1998- 53
2002- 51
2007- 59
2012- 61
2017- 77
2022- 17
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT