બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અત્યારે મેદાનમાં આવી ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસ ફરી એકવાર મેદાનમાં ઉતરી ગઈ છે. પાર્ટીએ યુવાનોને આકર્ષવા માટે 27 જિલ્લામાં એક યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. તેવામાં અંબાજીમાં યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયન જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અંબા માતાની લાજ રાખવાથી લઈ બેરોજગાર યુવાનોને ભથ્થું આપવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
આર્મી ટ્રેનિંગ સેન્ટર બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો
અંબાજીમાં યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં જગદીશ ઠાકોરે જણાવ્યું કે બેરોજગારોને ભથ્થું આપવાની વાત કરી હતી. આની સાથે અંબાજીમાં આર્મી ટ્રેનિંગ સેન્ટર બનવવાની ખાતરી પણ આપી હતી. વધુમાં જગદીશ ઠાકોરે માતા અંબાની લાજ રાખવા માટે પ્રાર્થના કરી છે.
કૌભાંડીઓને 7 પેઢી યાદ રહે તેવી સજા ફટકારીશું
આ દરમિયાન જગદીશ ઠાકોરે કોંગ્રેસ જીતશે તો કૌભાંડીઓને ગુજરાતથી તગેડી મુકવાની ચિમકી ઉચ્ચારી દીધી હતી. વળી જો કોંગ્રેસ 105 બેઠકો પાર કરશે તો કૌભાંડીઓને રાજ્યમાંથી ભાગવું પડશે એવી સ્થિતિનું નિર્માણ કરાવાની પણ ખાતરી આપી હતી. જગદીશ ઠાકોરે જણાવ્યું કે કૌભાંડીઓને તેમની 7 પેઢી યાદ રહી જાય એવી સજા સંભળાવીશું. તેવામાં જો કોંગ્રેસની સરકાર બનશે તો આદિવાસીઓની જમીનોનો 24 કલાકમાં સરકાર કબજો આપશે એની ખાતરી આપી હતી.
જેને યુવા પરિવર્તન યાત્રા કહેવાય છે. નોંધનીય છે કે અંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સઈગામ સુધી આ યાત્રાનું આયોજન કરાશે. જેને 2 ફેઝમાં વિભાજિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ હાજરી આપશે. આ યાત્રા માતાજીના દર્શન કર્યા પછી સવારે 10 વાગ્યાથી શરૂ થશે.
નોકરી અને બેરોજગારીનો મુદ્દો સર્વોપરી
ગુજરાતના યુવાનોને આકર્ષવા માટે કોંગ્રેસ સરકાર દ્વારા રોજગારી અને બેરોજગારી મુદ્દે યાત્રા નિકાળવામાં આવશે. જે 2100 કિલોમીટર સુધી ફરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફિક્સ વેતન, LRD સહિતના આંદોલનો ચાલી રહ્યા છે. જેનાથી કોંગ્રેસ યુવાનોને રાજી કરવા માટે આગેકૂચ કરશે. આ લાંબી યાત્રામાં બાઈક રેલી, જાહેર સભા અને મશાલ રેલીનું આયોજન પણ કરાશે.
યુવાનોને કોંગ્રેસ પ્રત્યે આકર્ષવાની નીતિ
‘યુવા પરિવર્તન યાત્રા’ મુદ્દે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે ભાજપના શાસનમાં ગુજરાતના યુવાનોએ ઘણુ બધુ સહન કરવું પડ્યું છે. અત્યારે એકબાજુ કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા યુવાનોનું સુનિયોજીત શોષણ કરાઈ રહ્યું છે. તેવામાં 20થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટવાના કારણે ગુજરાતના યુવાનો પણ હવે ભાજપના શાસનથી કંટાળી ગયા છે.
With Input- શક્તિસિંહ રાજપૂત
ADVERTISEMENT