અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મને આવી આશા નહોતી. આની સાથે અહેવાલો પ્રમાણે જગદીશ ઠાકોરે AIMIM અને AAP પર નિશાન સાધ્યું હતું. કહ્યું કે ઓવૈસી અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીના વોટ કાપવા માટે મેદાનમાં આવી હતી. આ કારણોસર અમારી આ સ્થિતિ થઈ છે.
ADVERTISEMENT
નિર્ણયો અંગે ગંભીર વિચારણા કરશે કોંગ્રેસ..
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જગદીશ ઠાકોરે કહ્યું કે અમને આ પ્રમાણેના નિર્ણયની આશા જ નહોતી. અમે આના કરતા તો સારા પ્રદર્શનની આશા રાખતા હતા. હું સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પેટલ, નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા પાઠવું છું. આની સાથે જ પાર્ટીના વિવિધ નિર્ણયો અંગે કોંગ્રેસ ચિંતન કરશે એમ પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસ આ ચૂંટણીમાં કારમી રીતે પછડાઈ ગઈ છે.
રઘુ શર્માએ ગુજરાતમાં હારની જવાબદારી સ્વીકારી
રઘુ શર્માએ કોંગ્રેસ પ્રેસિડેન્ટ મલ્લીકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હારની હું સંપૂર્ણ નૈતિક જવાબદારી લઉં છું. તથા ગુજરાતના પ્રભારી પદથી રાજીનામું આપી રહ્યો છું. તમને વિનંતી છે કે મારું ગુજરાતના પ્રભારીના પદથી રાજીનામું સ્વીકારો.
ADVERTISEMENT