BJPનું રાજ બેફામ બન્યું છે, જગદીશ ઠાકોરે ખોળો પાથરી ભીખ માગતા કહ્યું…

માલપુરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીની ઘડીઓ બાકી છે. ત્યારે માલપુર ખાતે જગદીશ ઠાકેરે સભા ગજવી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરીને…

gujarattak
follow google news

માલપુરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીની ઘડીઓ બાકી છે. ત્યારે માલપુર ખાતે જગદીશ ઠાકેરે સભા ગજવી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરીને નિશાન સાધ્યું હતું. તો બીજી બાજુ પોતાના કાર્યકર્તાએ સામે ખોળો પાથરીને પાઘડીની લાજ સાચવી રાખવા ભીખ માગુ છુ એવું નિવેદન પણ જગદીશ ઠાકોરે આપ્યું હતું. ચલો જગદીશ ઠાકોરના આક્રમક નિવેદન પર નજર કરીએ….

ખોળો પાથરી જગદીશ ઠાકોરે ભીખ માગતા કહ્યું..
જગદીશ ઠાકોરે ખોળો પાથરીને કાર્યકર્તાઓ સામે ભીખ માગી હતી. તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે ખોળો પાથરીને માલપુરના મારા કાર્યકર્તાઓ પાસે ભીખ માંગુ છું. આ સાફો બંધાવ્યો છે એની લાજ રાખજો. તમારી પાસે આ ખોળો પાથર્યો એની લાજ રાખજો.

જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા…
જગદીશ ઠાકેરે કહ્યું કે સરકાર સામે લડવાની લડાયકતા આપણે ખોઈ બેઠા છીએ. ભાજપનું રાજ બેફામ બની ગયું છે. ગરીબ કોંગ્રેસના માણસને દબાવી દેવાનો તથા લુખ્ખાઓ ગુંડાઓ ઉભા કરી કોંગ્રેસને પરેશાન કરવાનું કામ કરે છે. આવું જ ચાલ્યું તો આપણે ગુલામ જ રહેવું જોઈએ. ભાજપ ક્યારેય ખેડૂતોના પ્રશ્નોને લઈને મત નહીં લે. ભાગલા પાડીને રાજ જેમ અંગ્રેજો કરતા એવું રાજ ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં કરે છે.

ભાજપના શાસનનો અંત લાવવો છે કે નહીં એવું સંબોધન કરતા જગદીશ ઠાકેરે કહ્યું કે તમારો મુખ્યમંત્રી બને એવુ કરવું છે કે નહીં. ક્યાં સુધી સહન કરતા રહેશો દબાતા રહેશો. ભાજપ જે કરે છે એનો જવાબ પણ આપવો પડશે. વેપારીઓ કોંગ્રેસનો ઝંડો લગાવે તો તેને મુશ્કેલીમાં મુકી દે છે. જગદીશ ઠાકોરે આ દરમિયાન કહ્યું કે ભાજપમાં આવું જ ચાલ્યા કરે છે.

With Input: હિતેશ સુતરિયા

    follow whatsapp