અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. લોકો સવારથી જ મતદાન કેન્દ્ર સુધી પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદના નરોડા ખાતે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે ચૂંટણી પંચ અને તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને મતદાન ધીમું કરાવાતું હોવાનું કહ્યું હતું.
ADVERTISEMENT
ધીમા મતદાન પર જગદીશ ઠાકોરે ઉઠાવ્યા સવાલ
જગદીશ ઠાકોર નરોડામાં મતદાન બાદ મીડિયા સાથે વાતચીતમાં ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે, મતદાન થવું જ જોઈએ, મતદારોનો હક છે તે શાસકોને પાઠ ભણાવીને ગમતી પાર્ટીને પસંદ કરે. મતદાન સારું થઈ રહ્યું છે, પરંતુ તમામ જગ્યાએ મતદાનની સ્પીડ સરખી હોવી જોઈએ. કોંગ્રેસના બુથો છે ત્યાં મશીન ધીમા ચાલે છે. બીજાના બુથો છે ત્યાં મશીન બરાબર ચાલે છે. આ કેવું ચૂંટણી પંચ છે, આ કેવી વ્યવસ્થા છે, જેના પર સવાલો થાય છે. જ્યાં ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.
પોલીસ પર પણ આક્ષેપ કર્યો
આ સાથે તેમણે પોલીસ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, પોલીસના અધિકારીઓ ફોન બંધ કરીને બેસી જાય છે. અમારા મતદાન બુથોમાં ધીમું મતદાન ચાલે છે. અમે ફરિયાદો કરીએ એનો કોઈ નિકાલ નથી આવતો. ક્યાંય કાયદો કે ચૂંટણી પંચ છે નહીં.આ સવાલો ઊભા થાય છે.સાથે જ તેમણે કહ્યું કે, PM મોદીએ વોટ નાખતા પહેલા કરેલા રોડ શો અંગે પણ અમે ફરિયાદ કરીશું.
ADVERTISEMENT