અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. નેતાઓની સરખામણી કરવાની પર શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે પાટણ ખાતે માર્ગ અને મકાન વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે નવા બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ આમ આદમી પાર્ટીને કાળો નાગ કહ્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રી કૃષ્ણનો અવતાર ગણાવ્યા
ADVERTISEMENT
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓના ભાષણમાં વિવિધ પક્ષો પર આકરા પ્રહારો પણ થતા રહેતા હોય છે. ત્યારે પાટણમાં નવીન ઓવરબ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ લોકાર્પણ પ્રસંગમાં આપતિજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપ પર કાળો નાગ, છછુંદર જેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. પાટણમાં નવીન ઓવરબ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્માએ અરવિંદ કેજરીવાલ પર ચાબખા માર્યા હતા અને ભરી સભામાં કેજરીવાલને કાળો નાગ કહ્યો હતો.
વડાપ્રધાન મોદી કૃષ્ણના અવતાર
જગદીશ વિશ્વકર્માએ પાટણમાં આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે. ગુજરાતમાં આપવાળા મફતની રેવડી આપવાનું કામ કરે છે પણ ગુજરાતની પ્રજા એવી સ્વમાની છે કે તે ક્યારેય આ તરફ વળે નહીં. ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર લઈ બેઠેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવા ગમે તેવા કાળા નાગને કાબૂ કરતાં સાહેબને આવડે છે. આ પાટણની જનતા મને વિશ્વાસ છે, મને ભરોસો છે કે આવા છછુંદર જેવા કાળા નાગને સૂપડા સાફ કરી પાર્સલ કરી દે એમ છે, આવા ગમે તેવા કાળા નાગને નાથવાનું કામ પાટણની જનતા આવનારા દિવસોમાં કરશે.
ADVERTISEMENT