મોરબીની ઘટનાને લઈ ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન કહ્યું, AAP આજે કોઈ પણ રાજનીતિ નહીં કરે

મોરબી:  ઝુલતા પુલ તૂટવાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા મોરબી…

gujarattak
follow google news

મોરબી:  ઝુલતા પુલ તૂટવાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા મોરબી પહોંચ્યા હતા. તેમણે ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી. તેમણે ઘટના અંગે કહ્યું હતું કે,આમ આદમી પાર્ટી આજે પુલ તૂટવાની ઘટના પર કોઈ પણ રાજનીતિ નહીં કરે. કહેવાનું હશે એના વિશે અમે પછી વાત કરીશું.

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ઇજાગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરીને જ્યાં દાખલ કરવામાં આવ્યા છે  તે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પીડિતોના ખબર અંતર પૂછ્યા હતા અને મૃતકોઇન પરિવારને  સહાનુભૂતિ  પાઠવિ હતી, તેમણે કહ્યું હતું કે, દુઃખમાં સંપૂર્ણ રીતે આમ આદમી પાર્ટી તેમની સાથે છે. જેટલી પણ જરૂર પડશે તેટલી મદદ કરવા આમ આદમી પાર્ટી તૈયાર છે.

આમ આદમી પાર્ટી કોઈ રાજનીતિ નહીં કરે
ઈસુદાન ગઢવીએ ઘટના સ્થળ કહ્યું કે, આમ આદમી પાર્ટી આજે આ ઘટના પર કોઈ પણ રાજનીતિ નહીં કરે. જે પણ કરવાનું હશે, કહેવાનું હશે એના વિશે અમે પછી વાત કરીશું.  પણ આજે સંપૂર્ણપણે અમે લોકોને મદદ કરવા આવ્યા છીએ. આજે અમારો એક જ ઉદ્દેશ છે કે લોકોના જીવ બચવા જોઈએ. આપણે અત્યારે પીડિત લોકોના જીવ બચાવીએ અને તેમને સાંત્વના પાઠવીએ એ જ અમારો ઉદેશ્ય છે રાજનીતિ તો પછી થયા કરશે.

લોકોને મદદ કરવા પહોંચ્યા છીએ
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આજે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. અમે સૌએ ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન સૌને સલામત રાખે. આવા સમયે એક માણસ બનીને માનવતાનું કામ કરવાનો સમય છે. કોઈપણ પ્રકારની ટીકા ટિપ્પણીનો આ સમય નથી. એટલે હું અને ઈસુદાનભાઈ સેવા કાર્યમાં સહયોગી બનવા આવ્યા છીએ. તન, મન, ધનથી અમારાથી જે કંઈ પણ મદદ થશે તે અમે મનથી કરીશું. આ સેવા કાર્ય પૂરું થાય અને જીવ બચાવવાનું જે કાર્ય છે તે પૂરું થાય ત્યારબાદ આગળ આ ઘટના ઉપર જે અમારી પ્રતિક્રિયા હશે તે રજૂ કરીશું.

    follow whatsapp