અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલે વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાઈ હતું. જેમાં AAPના મુખ્યમંત્રી પદનો ચહેરો ઈસુદાન ગઢવીએ પણ ઘુમામાં મતદાન કર્યું હતું. ગુજરાતમાં તમામ Exit Pollsમાં આ વખતે ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે. ત્યારે જો ગુજરાતમાં AAPની સરકાર નહીં બને તો ઈસુદાન ગઢવી આગળ શું કરશે તે વિશેના પ્લાન તેમણે જણાવ્યા હતા.
ADVERTISEMENT
ઈસુદાન ગઢવીએ પોતાના પ્લાન વિશે શું કહ્યું?
Gujarat Tak સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, મેં તો પાછળના 20 વર્ષે જનતાને સમર્પિત કરી દીધા છે. જનતાની સેવા કરીને જનતાના મુદ્દા ઉઠાવવા આ મારો શોખ છે. રાજનીતિમાં આવવું મારી મજબૂરી છે. ઈસુદાન ભાઈ હારશે તો પણ લોકોની વચ્ચે જ રહેશે. ફૂલ ટાઈમ રાજનીતિ કરશે. 15 મહિનાથી રાજનીતિમાં જોડાયો ત્યારથી 1 લાખ 20 હજાર કિલોમીટર આસપાસ પ્રવાસ કર્યો અને બીજા પાંચ વર્ષ મુખ્યમંત્રી હોઈશ તો પણ જનતાની વચ્ચે છું, જનતાને જે પણ ચૂકાદો આવે, મારો પ્રવાસ અને પદયાત્રાઓ ચાલું જ રહેશે. ઈસુદાન ગઢવી એક દિવસમાં નથી બની ગયો. અને માતાજીની કૃપાથી CM બની ગયો તો તમે પિક્ચરમાં નાયક જોયો હશે, રિયલમાં નાયક જોવા મળશે.
ADVERTISEMENT