અમદાવાદ: ઉત્તરાયણ બાદ કમૂરતા પૂરા થતા જ રાજ્યમાં ફરીથી માંગલિક કાર્યોની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે સત્યનારાયણની પૂજા કર્યા બાદ વિધિવિધાન સાથે પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. આ દરમિયાન પાર્ટીના ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બાદ ઈસુદાન ગઢવીએ મીડિયાને સંબોધન કર્યું હતું અને પ્રદેશ પ્રમુખ તરીકે પોતે AAPના સંગઠનમાં કેવા ફેરફાર કરશે તથા આગામી 2024ની ચૂંટણીને લઈને પણ વિચારો રજૂ કર્યા હતા.
ADVERTISEMENT
6 મહિનામાં સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકશે
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, એવી વાત હતી કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો. પરંતુ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી 5 ધારાસભ્યો અને 41 લાખ જેટલા વોટ અમને મળ્યા છે. પહેલી જ વખતમાં આટલી સીટો ગુજરાતના ઈતિહાસમાં નથી આવી. મેં આજે પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે અને આગામી સમયમાં સમગ્ર માળખામાં ફેરફાર કરવામાં આવશે. જ્યાં જ્યાં અમને ફેરફાર જેવું લાગશે ત્યાં અમે ફેરફાર કરીશું. આગામી 6 મહિના સુધી તમામ લોકોને સંગઠન બનાવવા પર ભાર મૂકવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો: 21 જાન્યુઆરીએ 1 લાખ પાટીદારો કાગવડમાં થશે એકત્ર, નરેશ પટેલે શું કહ્યું જાણો
2027માં પૂર્ણ બહુમતથી સરકાર બનાવનો વિશ્વાસ
તેમણે કહ્યું, ફરીથી તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય કક્ષાની સમિતી બનાવવામાં આવશે. કામ કરનારા કાર્યકર્તાઓની જવાબદારીમાં વધારો કરાશે અને જે કાર્યકર્તા નિષ્ક્રિય રહ્યા છે અથવા ચૂંટણીમાં યોગ્ય કામગીરી નથી કરી તેમનું પણ લિસ્ટ બનાવવામાં આવશે, જેથી તેમને પણ એકવાર મેસેજ જાય કે પક્ષથી મોટું કોઈ નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 41 લાખથી વધુ વોટ મળ્યા છે, અમને પૂર્ણ વિશ્વાસ છે કે 2027માં પૂર્ણ બહુમતથી અમારી સરકાર બનશે. લોકસભાની તમામ 26 સીટો પર AAP લડવાની છે.
52 હજાર જેટલી બુથ સમિતિઓનું કામ પૂરું કરવામાં આવશે. 95 જેટલા સારા ઉમેદવારો છે, જેમની કામગીરી સારી રહી છે, તેમને આગામી સમયમાં વિધાનસભા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવાના છીએ. જિલ્લા, તાલુકા અને શહેરમાં જે લોકો વધારે સક્રિય રહ્યા છે તેમને વધુ જવાબદારી આપીને જિલ્લા અને તાલુકા પ્રમુખ બનાવાશે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ડિંગુચાના પરિવારને અમેરિકા મોકલનારા બે એજન્ટ ઝડપાયા
પક્ષવિરોધી કામ કરનારા નેતાઓની ખેર નહીં
જેમણે પણ પક્ષ વિરોધી કામગીરી કરી છે એમની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. કેટલીક જગ્યાએ એમની મજબૂરી હશે તે પણ ચકાસવામાં આવશે. પરંતુ તેમણે ઈરાદા પૂર્વક પક્ષ વિરોધી કૃત્ય કર્યું હશે તેમની સામે પગલા ભરવામાં આવશે. આગામી 6 મહિનામાં તમામ 33 જિલ્લામાં અમારી ગ્રામ્ય અને જિલ્લા સમિતિ તૈયાર થઈ જશે એવું અમારું લક્ષ્યાંક છે. તમે સોશિયલ મીડિયા, ગ્રાઉન્ડ પર જુઓ 156ની ચર્ચા નથી થતી, 5 ધારાસભ્યોની ચર્ચા થાય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT