અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ વચ્ચે ગઈકાલે આમ આદમી પાર્ટીએ પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરી દીધી. જેમાં ઈસુદાન ગઢવીને AAPના CM પદનો ચહેરો બનાવવામાં આવ્યા. ત્યારે આજે AajTak સાથે અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ ખાસ ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં ઈસુદાન ગઢવીએ સુરતમાં AAPને 16માંથી 9 સીટો હાલ મળી રહી હોવાનો દાવો કર્યો હતો.
ADVERTISEMENT
સુરતમાં AAPને કેટલી સીટો મળશે?
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપની શહેરી વિસ્તારમાં 66 સીટો છે. જે કોંગ્રેસના કારણે તે 15 વર્ષથી જીતતી આવી રહી છે. સુરતની 16 સીટમાંથી 15 સીટો વર્ષોથી ભાજપના ફાળે છે. બરોડાની 12 સીટ છે, તમામ ભાજપના ફાળે, અમદાવાદની 21 સીટ છે તેમાંથી 16માં ભાજપ છે. રાજકોટની તમામ ચાર ભાજપ પાસે છે. જામનગરને તમામ ત્રણેય સીટો ભાજપ પાસે છે. આજે તમે સુરતમાં જતા રહો 9 સીટો આજે અમે જીતી રહ્યા છીએ. એટલે તમે માનીને ચાલજો કે ગુજરાતમાં 8 ડિસેમ્બરે.
PM મોદીને ઈસુદાન ગઢવીએ કરી અપીલ
તેમણે આગળ કહ્યું, હું તો નરેન્દ્ર મોદીને પણ અપીલ કરવા માગું છું, કે આ લોકોએ તમારી ઈજ્જતની પણ ધજ્જીયા ઉટાવી દીધી. પેપર લિક કાંડ થાય છે, ઝેરી દારૂ કાંડ થાય છે, નરેન્દ્ર મોદી બદનામ થાય છે ને અને કોઈને સજા થતા નથી. 8-9 પાસને મંત્રી બનાવી દીધા છે, DGP એમને શું જવાબ આપશે? હું નરેન્દ્ર મોદીજીને અપીલ કરવા ઈચ્છું છું કે તમારી ઈજ્જત અમે બચાવી રાખીશું. આપની સરકાર આવવા દો એક પેપર લીક નહીં થાય.
ભાજપ-કોંગ્રેસમાં જોડાવા માટે ઈસુદાનને થઈ હતી ઓફર?
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હું જ્યારે પત્રકારત્વમાં હતો ત્યારે પણ હું એટલો લોકપ્રિય હતો. જ્યારે મેં પત્રકારત્વ છોડ્યું ત્યારે એવું નહોતું કે AAPમાંથી જ ઓફર હતી. બીજી બંને પાર્ટીમાંથી પણ મને કહેવામાં આવ્યું હતું. પરંતુ મારે સારી શિક્ષા માટે કામ કરવું હતું, મને રાજનીતિનો ર નથી આવડતો, કામનો ક આવડે છે.
ઈસુદાન પત્રકારત્વ છોડીને કેમ આવ્યા રાજનીતિમાં?
અરવિંદ કેજરીવાલે મને ફોન કર્યો તમે સારા લોકપ્રિય છો અને તમારે AAP જોઈન કરવી જોઈએ. તમે મુદ્દાનું પત્રકારત્વ કરો છો. મેં ત્યારે પણ કહ્યું હતું કે હું રાજનીતિ કરવા માટે નથી આવી રહ્યો. મને કંઈ જોઈતું પણ નથી. ગુજરાતની જનતાની પીડા મારાથી જોવાઈ નહીં એટલે હું રાજનીતિમાં આવ્યો હતો.
ADVERTISEMENT