ઈસુદાન ગઢવીએ કહ્યું- AAPની પૂર્ણ બહુમતીથી સરકાર બનશે, બાળકોના ભવિષ્યને જોઈ મતદાન કરવા અપિલ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાન ગઢવીએ મત આપ્યા પછી કહ્યું કે ગુજરાતની…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાન ગઢવીએ મત આપ્યા પછી કહ્યું કે ગુજરાતની જનતાએ મતદાન કરવું જરૂરી છે. લોકશાહીના પર્વમાં મતદાન કરવું જ જોઈએ. આ દરમિયાન તેમણે જણાવ્યું કે આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતીની સરકાર બનાવવા જઈ રહી છે. આ દરમિયાન તેમણે લોકતંત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો. ચલો તેમના નિવેદન પર વિગતવાર નજર કરીએ…

બાળકો વિશે વિચારી મતદાન કરજો- ઈસુદાન
ઈસુદાન ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તમારા બાળકનું ભવિષ્ય જોઈને મતદાન કરવા માટે જજો. ભારત અત્યારસુધી નંબર-1 કેમ નથી થયું એવા સવાલો કર્યા છે. તેમણે આ દરમિયાન બાળકોને યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યો એનો મુદ્દો ઉઠાવ્યો હતો. આરોગ્ય સેવાઓ પર મોંઘવારી સહિત સ્થાનિકોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઈસુદાન ગઢવીએ દરેક લોકોને મતદાનમાં જોડાવવા માટે અપિલ કરી હતી.

ટ્વીટ કરી ઈસુદાન ગઢવીએ કહ્યું…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે ઈસુદાન ગઢવીએ જનતાને દારૂ બંધીના મુદ્દે ટકોર કરતી પોસ્ટ શેર કરી હતી. તેમણે બેફામ દારૂના વેપલાઓ કોણ કરે છે એવા સવાલો કર્યા હતા. આની સાથે મત આપતા પહેલા તેમણે જનતાને તમામ પ્રાથમિક પાસાઓને ધ્યાનમાં રાખીને મત આપવા માટે અપિલ કરી હતી.

    follow whatsapp