અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ ચુકી છે. દરેક પાર્ટી દ્વારા પોતપોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને રહસ્ય હજુ પણ અકબંધ છે.
ADVERTISEMENT
સમાજની પાર્ટી દ્વારા અત્યાર સુધી 182 માંથી 179 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર ત્રણ જ બેઠક પરથી વિધાનસભાના ઉમેદવાર નક્કી કરવાના બાકી છે. ત્યારે આગામી અંતિમ લિસ્ટમાં જેમાં આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનના દાવેદાર ઈસુદાન ગઢવીનું પણ નામ જાહેર થઈ શકે છે. જે સૌરાષ્ટ્રની જામખંભાળિયા બેઠક પરથી પોતે ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ ચાલતી હતી પરંતુ દ્વારકા બેઠક પર થી ચૂંટણી લડે તેવું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે.
14 નવેમ્બર સુધી ફોર્મ ભરાશે
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ADVERTISEMENT