ચલણી નોટ પર ભગવાનના ફોટા મામલે ઇસુદાન આવ્યા મેદાને, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ દેશ સમક્ષ એક વિચાર રજુ કર્યો છે કે, આપણા દેશની ચલણી નોટો પર એક…

gujarattak
follow google news

અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ દેશ સમક્ષ એક વિચાર રજુ કર્યો છે કે, આપણા દેશની ચલણી નોટો પર એક બાજુ મહાત્મા ગાંધીજીનો ફોટો છે અને જો બીજી બાજુ લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો રાખવામાં આવે તો દેશની સમૃદ્ધિમાં વધારો થશે. આ  મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કેન્દ્ર સરકારે આ વિચાર તુરંત અપનાવવો જોઈએ.

ઇસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, કેજરીવાલના વિચારથી આખો દેશ હર્ષની લાગણી અનુભવે છે. ઈન્ડોનેશિયા જેવા દેશમાં ગણપતિજીના ફોટોગ્રાફ્સ છે. આ વિચાર સરકારે તરત અપનાવવો જોઈએ. ભાજપ ગણપતિ દાદા અને લક્ષ્મીજીનો ફોટો નોટ પર કેમ નથી મુક્તા. ગણપતિ દાદા અને લક્ષ્મીજીનો ફોટો નોટ પર હોય તો વાંધો શું છે. ભાજપના લોકો વિરોડ કરે છે ત્યારે ભારત અને ગુજરાતની જનતા જવાબ આપશે.

જાણો શું છે મામલો 
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો. આપણે સુખ સમૃદ્ધિ માટે ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીએ છીએ. તો પછી આપણે ચલણી નોટો પર પણ એમની તસવીર હોવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીજીનો ફોટો તો રૂપિયાની ચલણી નોટ પર રાખવો જ જોઈએ પરંતુ એક બાજુ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી માતા અને ગણેશ ભગવાનનો ફોટો પણ હોવો જોઈએ.

    follow whatsapp