ISISના ટાર્ગેટ પર હતા ગુજરાતના આ શહેરો, સિરિયલ બ્લાસ્ટનો બનાવ્યો હતો ‘મોટો પ્લાન’; આતંકી શાહનવાઝની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

ઈસ્લામિક સ્ટેટ ISIS મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદી શાહનવાઝ આલમે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા કર્યા છે. એ પણ સામે આવ્યું છે કે,…

gujarattak
follow google news

ઈસ્લામિક સ્ટેટ ISIS મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદી શાહનવાઝ આલમે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા કર્યા છે. એ પણ સામે આવ્યું છે કે, શાહનવાઝે મહારાષ્ટ્રના નાગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેણે માઈનિંગમાં એન્જિનિયરિંગ કર્યું છે. તેના મોબાઈલમાંથી ઘણા ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે, જે બાદ ખુલાસો થયો છે કે તે ઘરમાં જ IED બનાવી રહ્યો હતો. શાહનવાઝે એ પણ જણાવ્યું કે આતંકવાદીઓના ટાર્ગેટ પર ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરો હતા.

શાહનવાઝની ચાલી રહી છે પૂછપરછ

દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ આતંકવાદી શાહનવાઝની પૂછપરછ કરી રહી છે. તે NIAનો મોસ્ટ વોન્ટેડ છે અને તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું. AAJTAKની પાસે NIA શાહનવાઝ આલમની પૂછપરછનો રિપોર્ટ છે. NIA દ્વારા શાહનવાઝની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. પુણે ISIS મોડ્યુલના ઘણા આતંકવાદીઓ હજુ પણ ફરાર છે. એજન્સીઓ તેઓની શોધખોળ કરી રહી છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતના શહેરો નિશાનો પર

તાજેતરમાં પકડાયેલા ISIS આતંકવાદી શાહનવાઝ આલમે ખુલાસો કર્યો છે કે પુણે-મહારાષ્ટ્ર મોડ્યુલના ટાર્ગેટ પર મહારાષ્ટ્ર અને ગુજરાતના શહેરો હતા. આતંકી સંગઠન ISIS આતંકવાદીઓ દ્વારા ગોધરાકાંડનો બદલો લેવા માટે ગુજરાતમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરાવવા માંગતું હતું. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું છે કે, આતંકીના નિશાના પર ગુજરાતમાં ભાજપનું કાર્યાલય, RSS-VHPનું હેડક્વાર્ટર, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, રેલ્વે સ્ટેશન, ભીડવાળા બજાર અને વીઆઈપીના ઘર હતા.

‘એક વર્ષ પહેલા આતંકી હુમલા માટે કરાઈ હતી રેકી’

ગુજરાતમાં મોટા આતંકી હુમલા માટે જાન્યુઆરી 2023માં રેકી પણ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં આરએસએસ કાર્યાલય, ગુજરાત હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેશન કોર્ટ, ભાજપ કાર્યાલયની પણ આતંકવાદીઓએ રેકી કરી હતી. આતંકવાદીઓએ આ સ્થળોની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી હતી અને વિદેશમાં બેઠેલા હેન્ડલર્સને સંપૂર્ણ વિગતો મોકલી હતી.

‘મહત્વના સ્થળોની લેવામાં આવી હતી તસવીરો’

ગુજરાતના આ શહેરોના રેલવે સ્ટેશન, સિનેમા હોલ, યુનિવર્સિટીઓ, વીવીઆઈપી માર્ગો અને રાજકારણીઓના ઘરોની આતંકીઓએ રેકી કરી હતી. બોહરા મસ્જિદ, દરગાહ, અમદાવાદની મઝાર અને સાબરમતી આશ્રમના આતંકીઓએ ફોટોગ્રાફ્સ લીધા હતા અને વીડિયોગ્રાફી કરી હતી.

    follow whatsapp