ઈશા અંબાણીના બાળકોની પહેલી તસવીર આવી સામે, નાના-નાનીએ જુઓ કેવું ભવ્ય સ્વાગત કર્યું

મુંબઈ: ઈશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે મુંબઈ આવી પહોંચી હતી. અંબાણી પરિવારના આલીશાન ઘરમાં તેમનું ખાસ સ્વાગત કરાયું હતું. મુકેશ અંબાણી અને નીતા અંબાણી…

gujarattak
follow google news

મુંબઈ: ઈશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે મુંબઈ આવી પહોંચી હતી. અંબાણી પરિવારના આલીશાન ઘરમાં તેમનું ખાસ સ્વાગત કરાયું હતું. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દીકરી ઈશા અને બંને દોહિત્રની પહેલી ઝલક જોવા માટે ગેટ સુધી દોડી ગયા. જેના વીડિયો સામે આવતા હવે ફેન્સ પણ ઝૂમી ઉઠ્યા છે.

19 નવેમ્બરે ઈશાએ આપ્યો ટ્વિન્સને જન્મ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સબ્સિડરી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર ઈશા અંબાણીએ 19 નવેમ્બરે ટ્વિન્સને જન્મ આપ્યો હતો. ઈશાએ લોસ એન્જેલસના સીડર સેનઈમાં એક દીકરો અને એક દીકરીને જન્મ આપ્યો હતો. તેના એક મહિના બાદ આજે તેઓ પહેલીવાર ભારત પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતા જ અંબાણી અને પીરામલ પરિવારના સદસ્યો તેમનું સ્વાગત કર્યું હતું. મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને ઈશાને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા.

અંબાણી પરિવાર 300 કિલો સોનાનું દાન કરે તેવી ચર્ચા
રિપોર્ટ્સ મુજબ, ઈશા અંબાણીના વર્લી સ્થિત ઘર, કરુણા સિંધુ પર ભારતના અલગ-અલગ મંદિરોમાંથી ઘણા પંડિતોને બોલાવાયા છે. અહીં બાળકો માટે પૂજા પાઠનું ભવ્ય ફંક્શન આયોજિત કરાયું છે. એવી પણ ચર્ચા છે કે, અંબાણી પરિવાર બાળકોના નામ પર 300 કિલો સોનું પણ દાન કરવાનો છે. આ પૂજામાં ભોજન માટે પણ અલગ-અલગ કેટરર્સને બોલાવાયા છે. ભારતના મોટા મંદિરો જેવા તિરુપતિ બાલાજી, તિરુમાલા, શ્રીનાથજી, નાથદ્વારા અને દ્વારકાધિશ સહિત અન્ય જગ્યાઓથી આવેલો સ્પેશ્યલ પ્રસાદ આ ફંક્શનમાં પિરસવામાં આવશે.


ઈશા અંબાણીના બંને બાળકો માટે કરુણા સિંધુ અને એન્ટિલિયામાં પર્કિનસ એન્ડ વિલે ખાસ નર્સરી ડિઝાઈન કરી છે. તેમાં રોટેટિંગ બેડ્સ અને ઓટોમેટેડ રૂફટોપ છે. જેથી બાળકોને કુદરતી સૂર્યપ્રકાશ મળી શકે. નર્સરીમાં મૂકેલું તમામ ફર્નિચર પણ લોકો પિયાના, હરમીસ અને ડિઓર જેવી મોટી બ્રાન્ડ્સના કસ્ટમ મેડ છે.

    follow whatsapp