અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ વચ્ચે પક્ષપલટાની સીઝન ચાલી રહી છે. કોંગ્રેસ, AAP અને ભાજપમાંથી ઘણા નેતાઓ પક્ષ બદલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણી પણ હવે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા હોય તેવી હવા ઊઠી રહી છે. ચર્ચા છે કે મેવાણી કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા અંદર અંદરના વિખવાદથી નારાજ છે એવામાં તે પણ પાર્ટી છોડે તેવી ચર્ચાઓ ઉઠી હતી.
ADVERTISEMENT
અટકળોનું જીગ્નેશ મેવાણીએ ખંડન કર્યું
જોકે જીગ્નેશ મેવાણીએ આ વાતનું ખંડન કર્યું હતું. Gujarat Tak સાથે વાતચીતમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, આ ખૂબ જ વાહીયાત અને જાણી જોઈને ઉપજાવી કાઢેલી વાત છે. કોઈએ જાણી જોઈને કરેલી સળી છે. હું ખૂબ જ કમિટેડ વ્યક્તિ છું, એકવાર કોઈને આઈ લવ યુ કહું પછી ફરી બીજે કોઈને આઈ લવ યુ નથી કહેતો.
કોંગ્રેસમાંથી ચૂંટણી પહેલા પડ્યા ઘણા રાજીનામાં
નોંધનીય છે કે, તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ઘણા નેતાઓએ ભાજપ અને AAPમાં પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસની યુવા પાંખ એટલે કે યુથ કોંગ્રેસ અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપીને કેસરિયા ધારણ કરી લીધા હતા. વિશ્વનાથસિંહ વાઘેલા સાથે 2500થી 3000 જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા.
ADVERTISEMENT