નવી દિલ્હી: લગભગ 2 મહિના સુધી ચાલેલી આ IPL સિઝનમાં સતત રમીને ભારતીય ખેલાડીઓ ખૂબ જ થાકેલા દેખાતા હતા. પરંતુ IPL બાદ પણ ભારતીય ખેલાડીઓને આરામ મળ્યો નથી. તેને એક સપ્તાહ બાદ જ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. WTC ફાઇનલ 7 થી 11 જૂન દરમિયાન લંડનમાં યોજાશે. જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે.
ADVERTISEMENT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. ફાઈનલ મેચમાં ચેન્નાઈએ ગુજરાત ટાઇટન્સ (જીટી)ને હરાવીને 5મી વખત ટાઇટલ જીત્યું હતું. આઈપીએલ પૂરી થઈ ગઈ છે, પરંતુ થાકેલા ભારતીય ખેલાડીઓની રાષ્ટ્રીય ફરજ શરૂ થઈ ગઈ છે.
આ દરમિયાન એક સારા સમાચાર એ પણ આવ્યા છે કે ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ ભારતીય ટીમને લગભગ એક મહિનાનો આરામ મળી શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ભારતીય ટીમને 20 થી 30 જૂન સુધી અફઘાનિસ્તાન સામે 3-ઓડીઆઈની ઘરેલું સીરિઝ રમવાની છે, જે હવે રદ થઈ શકે છે. આ પછી, ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જવાનું છે, જ્યાં 12 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી બે ટેસ્ટ, 3 વનડે, 5 ટી-20 સીરિઝ રમવાની છે. આવી સ્થિતિમાં, જો અફઘાનિસ્તાન સીરિઝ રદ થાય છે, તો ભારતીય ખેલાડીઓને WTC ફાઈનલ અને વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ વચ્ચે એક મહિનાનો આરામ મળી શકે છે.
અફઘાનિસ્તાનથી વનડે સીરિઝરદ થઈ શકે
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં એશિયા કપ અને ત્યારબાદ વનડે વર્લ્ડ કપ રમવાની છે. જો આઈપીએલ બાદ ખેલાડીઓને આરામ નહીં મળે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. તેની અસર ટીમ પર પણ પડશે. આવી સ્થિતિમાં સતત ક્રિકેટને કારણે BCCI હવે ખેલાડીઓને આરામ આપવાના મૂડમાં છે. આ જ કારણ છે કે અફઘાનિસ્તાન સામેની સિરીઝ રદ્દ થઈ શકે છે. આવો જાણીએ IPL પછી ભારતીય ટીમનું શેડ્યૂલ…
જૂન 7 થી 11
ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ ભારત વિ ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ (લંડન)
જુલાઈ-ઓગસ્ટઃ વેસ્ટ ઈન્ડિઝ સામે
ટેસ્ટ મેચો: 2
ODI મેચો: 3
T20 મેચો: 3
એશિયા કપ :
એશિયા કપ 2023 સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનની ધરતી પર યોજાય તેવી શક્યતા છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી. ટૂર્નામેન્ટમાં ફાઈનલ સહિત 12 વનડે રમાશે.
સપ્ટેમ્બર-ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયા સામે
ODI મેચો: 3
T20 મેચો: 5
ઓક્ટોબર-નવેમ્બરઃ ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપ રમાશે, ટૂર્નામેન્ટમાં 48 ODI મેચો રમાશે.
ADVERTISEMENT