IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની વધી મુશ્કેલી, ટીમમાંથી બહાર થશે આ સ્ટાર ખેલાડી!

IPL 2024 Mumbai Indians: આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે, પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

IPL 2024 Mumbai Indians

મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

22 માર્ચથી આઈપીએલ 2024ની થશે શરૂઆત

point

CSK અને RCB વચ્ચે રમાશે પહેલી મેચ

point

મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ વધી

IPL 2024 Mumbai Indians:  આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે, પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. તો મુંબઈ ઈન્ડિયન્સ 24 માર્ચથી તેમના અભિયાનની શરૂઆત કરશે. સિઝનની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ વધવા લાગી છે. ટીમના સ્ટાર ખેલાડી પ્રથમ બે મેચમાંથી બહાર રહી શકે છે. જેના કારણે ટીમની બેટિંગ પર અસર થઈ શકે છે. આ વખતે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટનની સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની વાપસી સાથે તેમને રોહિત શર્માની જગ્યાએ ટીમની કેપ્ટનશીપ પણ મળી ગઈ છે.

પહેલી બે મેચોમાં રહી શકે છે બહાર 

મુંબઈ ઈન્ડિયન્સના ધાકડ વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ તેમની સર્જરી થઈ હતી અને હવે તેઓ પોતાને ફિટ કરવા માટે સખત તૈયારી કરી રહ્યા છે. જોકે, નેશનલ ક્રિકેટ એકેડમીએ હજુ સુધી તેમને સંપૂર્ણપણે ફિટ જાહેર કર્યા નથી. તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ 24 માર્ચે ગુજરાત ટાઈટન્સ સામે રમશે.

આ પણ વાંચોઃ ભારતીયને મોટો ઝટકો, વર્લ્ડ કપમાંથી આઉટ થયો આ દિગ્ગજ ખેલાડી, ઋષભ પંત કરી શકે છે વાપસી

હજુ સુધી કન્ફોર્મ થયું નથી

પીટીઆઈના રિપોર્ટ મુજબ, સૂર્યકુમાર યાદવ ગુજરાત ટાઈટન્સ સાથે રમાનારી પ્રથમ મેચને મિસ કરી શકે છે, જ્યારે બીજી મેચમાં પણ તેમની રમવાની શક્યતાઓ ઓછી છે. હજુ સુધી એ કંન્ફોર્મ નથી થયું કે NCAની સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ ટીમ ગુજરાત ટાઈટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની પ્રથમ બે મેચમાં રમવાની પરવાનગી આપશે કે નહીં. 

આ પણ વાંચોઃ શું IPL માં Rohit Sharma CSK માંથી રમશે? Ambati Rayudu ના નિવેદન બાદ સનસનાટી મચી

વર્લ્ડ કપમાં સૂર્ય કુમાર ભજવશે મહત્વની ભૂમિકા

IPL 2024 બાદ T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં શરૂ થશે. સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિશ્વના નંબર વન બેટ્સમેન છે, તેથી આ વખતે સૂર્યકુમાર T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. ઈજાગ્રસ્ત થયા પહેલા પણ સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં હતા. સૂર્યકુમારે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20 સિરીઝમાં ખૂબ જ શાનદાર ઈનિંગ્સ રમી હતી.
 

    follow whatsapp