IPL 2024: આઈપીએલ 2024 પહેલા ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેનાથી ફેન્સને મોટો ઝટકો લાગી શકે છે. IPL 2024 પહેલા જ રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ છીનવીને હાર્દિક પંડ્યા હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી છે. હવે સનરાઇઝર્સ હૈદરાબાદે પણ પોતાનો કેપ્ટન બદલ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ગયા વર્ષે ટીમની કેપ્ટનશિપ કરનાર ખેલાડી એઈડન માર્કરામ પાસેથી જવાબદારી છીનવી લીધી છે અને આ જવાબદારી નવા ખેલાડીને સોંપી છે. ચાલો તમને જણાવીએ કે હૈદરાબાદે ક્યા ખેલાડીને કેપ્ટન બનાવ્યો છે.
ADVERTISEMENT
આ સ્ટાર ખેલાડીને મળી તક
IPL 2016ની વિનર ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાનો કેપ્ટન બદલ્યો છે. આઈપીએલ 2023માં આ ટીમની કપ્તાની સાઉથ આફ્રિકાના ખેલાડી એઈડન માર્કરામે કરી હતી. પરંતુ હવે આ ખેલાડી પાસેથી જવાબદારી પરત લેવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી પેટ કમિન્સના હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી છે.
પેટ કમિન્સને સોંપી મોટી જવાબદારી
તમને જણાવી દઈએ કે IPL 2024ની હરાજીમાં હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને કમિન્સને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હવે આ ખેલાડીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતડવામાં મદદ કરવાની સાથે કમિન્સે ICC વર્લ્ડ કપ 2023 પણ જીત્યો હતો. આ કારણે હૈદરાબાદે પણ આ ખેલાડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને સૌથી મોટી જવાબદારી સોંપી છે.
ADVERTISEMENT