IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ લીગની આગામી 17મી સીઝન પહેલા તેની નવી જર્સી જાહેર કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંથી એક CSKએ તેના ઈન્સ્ટાગ્રામ પર વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગની આગામી સીઝન માટે તેની જર્સીનું અનાવરણ કર્યું.
ADVERTISEMENT
IPL 2024 માટે CSKએ જાહેર કરી જર્સી
ચેન્નાઈએ આઈપીએલ સિઝન 17 માટે તેની નવી જર્સી જાહેર કરી છે. ફ્રેન્ચાઈઝીએ આ સાથે જ જાહેરાત કરી કે તેના પ્રી-ઓર્ડર કરી શકાય છે. આર્મીના સન્માનમાં CSKની જર્સીમાં ખાસ ડિઝાઈન કરવામાં આવી છે. IPL 2024 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની નવી જર્સી પર પાંચ વખત ટ્રોફીની જીત દર્શાવવા માટે 5 સ્ટાર રાખવામાં આવ્યા છે.
સેનાને સન્માન આપવા કરાઈ ડિઝાઈન
દેશની સુરક્ષાનો ભાર ઊંચકતી ભારતીય સેનાને સન્માન આપવા માટે જર્સીમાં ખભાના ભાગે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીના બંને ખભા પર આર્મી ગ્રીન સ્ટ્રીપ્સ હશે. આ ડિઝાઈન નવી નથી. આર્મીના સન્માનમાં ચેન્નાઈની જૂની જર્સીમાં પણ આ સ્ટ્રીપ લગાવવામાં આવી હતી. આ ઉપરાંત, CSKના લોગોની ઉપર પાંચ સ્ટાર્સ પણ દેખાશે, આ તમામ સ્ટાર્સ દર્શાવે છે કે ચેન્નાઈ 5 વખત આઈપીએલ ટાઈટલ જીતી ચુકી છે.
જુઓ CSKની નવી જર્સી
રેકોર્ડ છઠ્ઠી વખત ટાઈટલ જીતવા ઉતરશે CSK
એવું માનવામાં આવી રહ્યું છે કે IPL 2024 માર્ચના અંતમાં શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમામની નજર ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સ પર રહેશે કારણ કે ટીમનું લક્ષ્ય રેકોર્ડ છઠ્ઠી વખત IPL ટાઈટલ જીતવાનું હશે. ટીમે 2023માં ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને તેનું પાંચમું ટાઈટલ જીત્યું હતું. CSK ટીમે IPL 2023માં લીગ તબક્કામાં 14માંથી આઠ મેચ જીતી અને 17 પોઈન્ટ સાથે ફાઈનલિસ્ટ ગુજરાત ટાઈટન્સને પાછળ રાખી બીજા સ્થાને રહી.
ADVERTISEMENT