મોહાલી: IPLમાં આજે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મોહાલીમાં મેચ રમાઈ રહી છે. જેમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં 153 રન બનાવ્યા છે અને ગુજરાતને જીત માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી મેથ્યુ શોર્ટે સૌથી વધુ 24 બોલમાં 36 રન બનાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવરોમાં શાહરુખ ખાને (9 બોલમાં 22 રન) વિસ્ફોટક બેટિંગ કરીને પંજાબનો સ્કોર સન્માનજનક સ્થિતિએ પહોંચાડ્યો હતો.
ADVERTISEMENT
ગુજરાત ટાઈટન્સે મેચમાં ટોસ જીતીને પંજાબની ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન શિખર ધવન 8 તો પ્રભસિમરનસિંહ 0 રને આઉટ થઈ ગયો હતો. બાદમાં મેથ્યુ શોર્ટ અને ભાનુકા રાજપક્ષેએ ઈનિંગ્સ સંભાળી હતી અને બંનએ અનુક્રમે 36 અને 20 રન કર્યા હતા. જ્યારે જિતેશ શર્માએ 25, સેમ કરને 22 રન બનાવ્યા હતા.
તમામ બોલર્સ આજે સફળ રહ્યા હતા. ગુજરાત ટાઈટન્સ માટે ડેબ્યૂ કરનારા મોહિત શર્માએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાને 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અલઝારી જોસેફ, જોસુઆ લિટર અને મોહમ્મદ શમીએ પણ 1-1-1 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT