નવી દિલ્હી: IPLની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. વર્ષ 2008માં શરૂ થયેલી આ લીગના દર્શકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ઈનામોની બાબતમાં પણ આ લીગે ઝડપથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ લીગની દરેક સિઝનમાં, ફ્રેન્ચાઇઝી તગડી રકમની બોલી લગાવીને ભારત અને વિદેશના ખેલાડીઓને ખરીદે છે. સિઝનના અંત સુધી, વિજેતા ટીમથી લઈને લીગ તબક્કામાં બહાર થનારી ટીમને, તેમને ઇનામ તરીકે કરોડો રૂપિયા મળે છે.
ADVERTISEMENT
આ લીગની પ્રથમ બે સીઝનમાં વિજેતા ટીમને 4.8 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા, જ્યારે રનર્સઅપ ટીમને 2.4 કરોડ રૂપિયા મળ્યા હતા. ગત સિઝનમાં વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સને 20 કરોડ રૂપિયા મળ્યા હતા. ત્યારે રાજસ્થાન રોયલ્સને ઈનામ તરીકે 13 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2023માં કુલ 46.5 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે આપવામાં આવશે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ વિજેતાઓને 15 લાખ રૂપિયા અને ટુર્નામેન્ટના ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયા મળશે. આ સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરને ઈનામ તરીકે 12 લાખ રૂપિયા આપવામાં આવશે.
IPL 2023 ની ફાઇનલ મેચ આજે 29 મે, સોમવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. ફાઇનલમાં પહોંચતા પહેલા, CSKએ ક્વોલિફાયર-1 મેચમાં GT ને 15 રનથી હરાવ્યું હતું. ક્વોલિફાયર-2 મેચમાં જીટીએ મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું અને ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી.ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ છે જેમાં ચેન્નાઈએ એકમાં જીત મેળવી છે અને બાકીની ત્રણ મેચ ગુજરાતે જીતી છે.
IPL 2023 પ્રાઈઝ મની
ADVERTISEMENT