રાધનપરુઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના સમય બાકી રહ્યા છે ત્યારે લવિંગજી ઠાકોર અને અલ્પેશ ટાકોર મુદ્દે ભાજપમાં આંતરિક વિવાદ હોવાની અટકળોએ વેગ પકડ્યું હતું. તેવામાં લવિંગજી ઠાકોરે રાધનપુરમાં સ્થાનિક ઉમેદવાર જ ચૂંટણી લડે એવી માગ કરી હતી. તેવામાં આ અટકળો વચ્ચે અલ્પેશ અને લવિંગજી એક જ સ્ટેજ પર જોવા મળતા અનેક ચર્ચાઓએ વેગ પકડ્યું છે. જેમાં એટલું જ નહીં બંને વચ્ચે ઈશારાઓમાં વાતચીત પણ થઈ હતી. ચલો આપણે સમગ્ર ઘટના પર નજર કરીએ…
ADVERTISEMENT
સ્ટેજ પરથી અલ્પેશ ઠાકોરે શેના સંકેત આપ્યા?
અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર એક જ મંચ પર જોવા મળતા રાજકારણમાં અનેક ચર્ચાઓ થવાની શરૂ થઈ ગઈ છે. તેવામાં અલ્પેશ ઠાકોર લવિંગજીને ઈશારામાં કઈક કહેતા હોય એવું જોવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સના આધારે અલ્પેશ ઠાકોરે લવિંગજીને ઈશારામાં તેમનું નામ લેવા માટે જણાવ્યું હતું. પરંતુ આ દરમિયાન લવિંગજી પોતાની સ્પિચ આપવામાં જ વ્યસ્ત રહ્યા અને નામ બોલવાનું ભૂલી ગયા હતા. જેને લઈને બધા જોતા જ રહી ગયા હતા.
અલ્પેશ ઠાકોરે AAP અંગે કહી આ મોટી વાત…
ગોપાલ ઈટાલિયાનું નામ લીધા વિના અલ્પેશ ઠાકોરે તેમના વાઈરલ વીડિયો પર પ્રહાર કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે નરેન્દ્ર મોદીના માતાનું આખો દેશ સન્માન કરે છે. તેમણે એક યુગ પુરુષ એવા નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો છે. તેવામાં એક પાર્ટીના નેતાએ 100 વર્ષીય માતા પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જેનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. આવી પાર્ટીના નેતાઓ જે વડીલોનું સન્માન ન કરી શકે તેને ટપોરી જેવા નેતા ગણી શકાય. આ પ્રમાણે પણ અલ્પેશ ઠાકોરે પ્રહાર કર્યા હતા.
ADVERTISEMENT